
નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal)મુશ્કેલીમાં વધારો થશે. જેમાં કેજરીવાલ અને તેમના પાર્ટીના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી શકે છે. જેમાં હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સ્વીકાર્યું છે કે અરવિંદ કેજરીવાલ અને પાર્ટી અન્ય નેતાઓ સામે સરકારી ભંડોળના દુરુપયોગનો કેસ બનેલો છે. આ ઉપરાંત કોર્ટે દ્વારકા દક્ષિણ પોલીસને આ કેસમાં એફઆઈઆર નોંધવા અને 18 માર્ચ સુધીમાં તેના અમલનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો છે.
Also read : ભારતનું આ શહેર વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર! 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી આટલા તો ભારતના જ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજે મેજિસ્ટ્રેટ કોર્ટને નાણાના દુરુપયોગના કેસની નવેસરથી સુનાવણી કરવા અને આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ સામે ગુનો બને છે કે નહીં તે નક્કી કરવા જણાવ્યું હતું.
જાહેર નાણાંનો જાણી જોઈને દુરુપયોગ
વર્ષ 2019 માં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ, પૂર્વ આપ ધારાસભ્ય ગુલાબ સિંહ અને દ્વારકા કાઉન્સિલર નીતિકા શર્માએ વિસ્તારના વિવિધ સ્થળોએ મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો જાણી જોઈને દુરુપયોગ કર્યો હતો.
નેતાઓ સામે કેસ નોંધવાનો આદેશ
આ અગાઉ જ્યારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે મેજિસ્ટ્રેટ કોર્ટે તેને ફગાવી દીધી હતી. આ પછી ફરિયાદીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી. સેશન્સ કોર્ટે કેસ મેજિસ્ટ્રેટ કોર્ટને પાછો મોકલી દીધો અને તેને નક્કી કરવા કહ્યું કે તે જામીનપાત્ર ગુનાનો કેસ છે કે નહીં. આ પછી મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને અરજી સ્વીકારવામાં આવી હતી અને આપ નેતાઓ સામે કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
Also read : સોનાની દાણચોરીથી સરકારી તિજોરીને કેવી રીતે થાય છે નુકસાન, જાણો આ ગણિત
આ પહેલા પણ અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ કારણે તેમને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું. હાલમાં, તે જામીન પર બહાર છે.