ઇન્ડસઇન્ડ બેન્કના ગ્રહણ વચ્ચે સેન્સેક્સ અટવાયો, જોકે નિફ્ટી ગ્રીન ઝોનમાં ૨૨,૫૦૦ તરફ આગળ વધ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વોલ સ્ટ્રીટના એકધારા કડાકાના અહેવાલો વચ્ચે હલી ગયેલા હ્લોબલ ઇકિવટી માર્કેટ સાથે સ્થાનિક બજારને પણ ઝટકો લાગ્યો હતો, જોકે બજાર આ ઝટકો પચાવીને આગળ વધી જ રહ્યું હતું ત્યાં ઇન્ડસઇન્ડ બેન્કના ધબડકાએ ફટકો માર્યો હોવાથી સેન્સેક્સ નેગેટિવ ઝોનમાં સરી પડ્યો હતો. અલબત્ત નિફ્ટી આ ઝટકો પચાવીને પોઝિટિવ ઝોનમાં આગળ વધીને ૨૨,૫૦૦ નજીક પહોંચવામાં સફળ રહ્યો હતો.
જોકે, વિશ્ર્વબજારના મંદીમય માહોલ વચ્ચે મંગળવારે બેન્ચમાર્ક સેન્સેક્સ તેના મોટાભાગના નુકસાનને પચાવી પાછો ફરીને મામૂલી ઘટાડા સાથે બંધ થયો છે, જ્યારે ખાનગી ધિરાણકર્તા ઇન્ડસઇન્ડ બેંક ૨૭ ટકા ઘટ્યો હતો અને યુએસ મંદીની ચિંતાઓને કારણે વૈશ્ર્વિક બજારોમાં ઘટાડો થયો હતો.
સત્રને અંતે સેન્સેક્સ ૧૨.૮૫ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા ઘટીને ૭૪,૧૦૨.૩૨ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો, જેમાં તેના અડધા ઘટક નેગેટિવ જોનમાં સરક્યા હતા. નબળા વૈશ્ર્વિક વલણોને પગલે શરૂઆતના સોદામાં ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડો થયો હતો અને તે ૪૫૧.૫૭ પોઈન્ટ અથવા ૦.૬૧ ટકા ઘટીને ૭૩,૬૬૩.૬૦ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બેરોમીટર પાછળથી નુકસાનને પચાવીને લગભગ સ્થિર સપાટીએ બંધ થયો હતો.
આપણ વાંચો: ખુલતાની સાથે જ ભારતીય શેરબજાર ગબડ્યું; સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો
સેન્સેક્સ પેકમાં ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઝોમેટો, હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ટોચના ઘટનારા શેર રહ્યાં હતા. બીજી બાજુ, સન ફાર્માસ્યુટિકલ્સ, ઈંઈઈંઈઈં બેંક, ભારતી એરટેલ, ઇંઈક ટેક્નોલોજીસ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક અને ટાઇટન ટોપ ગેઇઈનર્સ બન્યાં હતાં.
વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ અને એરટેલ જેવા પસંદગીના બ્લુ-ચિપ શેરોમાં સત્રના પાછલા ભાગમાં નવેસરની લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્કને નીચી સપાટીથી પાછાં ફરવામાં મદદ મળી હતી. ટેરિફ વોરને કારણે આર્થિક મંદીની ચિંતાઓને કારણે યુએસ અને અન્ય એશિયન બજારોમાં નોંધપાત્ર વેચવાલી હોવા છતાં, સ્થાનિક બજારમાં ધીમે ધીમે રિકવરીના સંકેતો દેખાઈ રહ્યા છે.