મનોરંજન

શું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી અલગ થયા? રાજની પોસ્ટ થઇ વાયરલ, ફેન્સને લાગ્યો ધક્કો

મુંબઇ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજે હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ યુટિ 69ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા રાજ એક્ટીંગની દુનિયામાં ડગલું માંડશે. આ ફિલ્મના પ્રમોશન દરમીયાન રાજ કુંદ્રાએ એક એવી પોસ્ટ શેર કરી છે જેને જોઇને ફેન્સ આઘાત અને આશ્ચર્ય બંને થઇ રહ્યું છે. રાજે સોશિયલ મીડિયા પર તેના સેપ્રેશનની એનાઉન્સમેન્ટ કરી છે. જોકે તેણે આ પોસ્ટમાં કોઇ મેન્શન નથી કર્યુ. આ પોસ્ટને કારણે ફેન્સ નારાજ થયા છે તેમને લાગી રહ્યું છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા અલગ થવાના છે.

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના 2009માં લગ્ન થયા હતાં. તેમના લગ્નને હવે 14 વર્ષ પૂરાં થવાના છે. દરેક મૂશ્કેલની ઘડીએ બંને એક બીજાનો સાથ આપતાં દેખાયા છે. ત્યારે હવે આ પોસ્ટ જોઇને ફેન્સને ટેન્શન થઇ ગયું છે, તો ઘણાં લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યાં છે.


રાજ કંદ્રાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના એક્સ (પહેલાંનું ટ્વીટર) એકાઉન્ટનો સ્ક્રિનશોટ શેર કર્યો છે. જેમાં રાજે લખ્યું છે કે અમે અલગ થઇ ગયા છીએ. અને તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ ઘડીએ તમે અમને સમય આપો. સાથે જ રાજે હાથ જોડતું અને હાર્ટવાળું ઇમોજી પણ શેર કર્યુ છે. જોકે આ બાબતે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ નથી કરી.

રાજની આ પોસ્ટ પર ઘણી કમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, સેપ્રેટેડનો મતલબ તલાક થાય છે. ત્યાં બીજા યુઝરે લખ્યું કે આ તો પબ્લિસિટી સ્ટન્ટ છે. ત્યાં કોઇએ લખ્યું કે જરુર તેના માસ્ક અંગે વાત કરતો હશે. મોટાભાગના લોકો માને છે કે આ પોસ્ટ લાઇમ-લાઇટમાં રહેવા માટે કરી હશે.

રાજ કુંદ્રાની ફિલ્મ યૂટી 69ની વાત કરીએ તો આ આર્થર રોડ જેલમાં વ્યતીત કરેલા દિવસોની વાર્તા છે. રાજને પોર્નોગ્રાફિના મામલે જુલાઇ 2021માં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તે બે મહિના જેલમાં હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…