Gujarat સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે વધારાની બે કરોડની ગ્રાન્ટ…

અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. જેમાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂપિયા 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાવાનો નિર્ણય લીધો છે.
Also read : અમદાવાદમાં 5 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતાં 1543 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ
સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના મત વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીના આ વિકાસલક્ષી નિર્ણય અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Also read : ગુજરાત મોડલનો ફૂટ્યો ફૂગ્ગો, રાજ્યમાં બે વર્ષમાં 5400થી વધુ MSMEના પાટીયા પડ્યાં
50 લાખ રૂપિયા “કેચ ધ રેઈન” અભિયાન માટે ફાળવવા અપીલ
મુખ્યમંત્રીશ્રીએ આ વધારાની રૂપિયા 2 કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય 50 લાખ રૂપિયા “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો છે. કેચ ધ રેઇન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે શરૂ કરેલું અભિયાન છે.