MP congress candidate list: મધ્ય પ્રદેશમાં 18 વર્ષ બાદ કુ-શાસનનો અંત આવશે: કમલનાથ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં યોજાનાક આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે મોડી રાતે બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 88 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની આ 88 ઉમેદવારોની યાદી જાહેર થતાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથે એક નિવેદન કર્યું છે. કમલનાથે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજી યાદી જાહેર કરી છે. હું બધા જ ઉમેદવારોને અભીનંદન પાઠવું છું. હવે મધ્ય પ્રદેશમાંથી 18 વર્ષના કુ-શાસનનો અંત આવશે એમ પણ કમલનાથે કહ્યું હતું.
કોંગ્રેસના ઉમેદવારો માત્ર વિધાન સભ્ય બનવા માટે ચૂંટણી નથી લડી રહ્યાં, તેઓ તો મધ્ય પ્રદેશનું ભવિષ્ય સુધારવા માટે આ ચૂંટણી લડી રહ્યાં છે. તો ચાલો આપણે બધા આજ થી આપણાં કર્તવ્યની શરુઆત કરીએ. અને મધ્ય પ્રદેશમાંથી 18 વર્ષના કુ-શાસનનો અંત લાવવા માટે કમર કસી લઇએ.
આપડે મળીને મધ્ય પ્રદેશમાં મોટી બહૂમતીની સરકાર બનાવીએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે એક છોડીને બાકી તમામ બેઠકો પર ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. અહીં 17મી નવેમ્બરના રોજ મતદાન થનાર છે.
કમલનાથે તમામ ઉમેદવારોને શુભકામના આપતો સંદેશો લખ્યો હતો જેમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે 88 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. હું બધા જ ઉમેદવારોને શુભકામનાઓ આપું છું. કોંગ્રેસના ઉમેદવારો માત્ર વિધાનસભ્ય બનવા માટે ચૂંટણી નથી લડી રહ્યાં પણ મધ્ય પ્રદેશનું ભવિષ્ય સુધારવા માટે લડી રહ્યાં છે.
અગાઉ કોંગ્રેસ પાર્ટી દ્વારા 15મી ઓક્ટોબરના રોજ 144 બેઠકો માટે પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે પાર્ટીએ ત્રણ બેઠકો પર ઉમેદવાર બદલ્યા છે. દાતિયાથી અવધેશ નાયકની ટિકીટ કાપીને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજેન્દ્ર ભારતીને ટિકીટ આપી છે. જેઓ ભાજપના ઉમેદવાર અને મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મીશ્રા સામે ચૂંટણી લડશે. પિછોરમાં શૈલેન્દ્ર સિંહની ટિકીટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ અરવિંદ સિંહ લોધીને ઉમેદવારી સોંપવામાં આવી છે.
આવી જ રીતે પાર્ટીએ ગોટેગાંવ-એસસી વિધાનસભા ક્ષેત્રથી શેખર ચૌધરીની જગ્યાએ નર્મદા પ્રસાદ પ્રજાપતિને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સામે લડશે. ઉપરાંત કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢ ગણાતાં ગ્વાલિયર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે સુનીલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.