ભારતની આ જગ્યાઓ પર લોકો નથી ઉજવતા હોળી, કારણ છે ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ…

હિંદુ પંચાગ અનુસાર હોળીનો તહેવાર ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની પ્રતિપદાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 14મી માર્ચના ઉજવવામાં આવશે. પૂરા ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં હોળી નથી ઉજવવામાં આવતી? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
ભારતમાં જ્યાં હોળી નથી સેલિબ્રેટ કરવામાં આવતી એવા સ્થળોની યાદીમાં ઉત્તરાખંડના રૂદ્ર પ્રયાગ જિલ્લામાં આવેલા ક્વિલી અને કુરઝન જેવા ગામોનું નામ સૌથી પહેલાં આવે છે. આ સ્થળો એવા છે કે જ્યાં લગભગ 150 વર્ષથી હોળી નથી સેલિબ્રેટ કરવામાં આવી.
આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : 5000 વર્ષથી પરંપરાને સાચવતો બરસાના-નંદગામનો અનોખો લઠમાર હોળીનો ઉત્સવ
સ્થાનિક લોકોની એવી માન્યતા છે આ ક્ષેત્રની અધિષ્ઠાત્રિ દેવી ત્રિપુર સુંદરીને શોર-બકોર નહોતું પસંદ એટલે સ્થાનિક લોકો હોળી રમવાનું ટાળે, કારણ કે હોળી રમતી વખતે તો ખૂબ જ અવાજ વગેરે થાય છે.
ઉત્તરાખંડ સિવાય ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રામસન નામના ગામમાં પણ હોળી નથી રમવામાં આવતી. આ ગામમાં હોળીનું સેલિબ્રેશન થયાને 200 વર્ષ કરતાં પણ લાંબો સમય થઈ ગયો છે. હોળીની ઉજવણી ના કરવાના કારણો વિશે વાત કરીએ તો આ પાછળ સંતોનો શ્રાપ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ શ્રાપને કારણે અહીં વર્ષોથી હોળી નથી સેલિબ્રેટ કરવામાં આવી.
આપણ વાંચો: દેશમાં હર્ષોલ્લાસભેર ઉજવાયો રંગોનો તહેવાર, BJP પ્રમુખ નડ્ડાએ કર્યો આ દાવો કહ્યું
ઝારખંડના દુર્ગાપુર ગામના લોકો પણ હોળી નથી ઉજવવામાં આવતી. આ ગામમાં રહેનારા હજારો ગ્રામીણોને રંગોનો તહેવાર નથી ઉજવતા અને એ પાછળ કેટલીક પૌરાણિક માન્યતાઓ જવાબદાર છે. એવું કહેવાય છે કે હોળીના દિવસે જ સ્થાનિક રાજાના દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું અને સંયોગથી હોળીના દિવસે જ રાજાનું પણ મૃત્યુ થઈ ગયું હતું.
મૃત્યુ પહેલાં રાજાએ પોતાની પ્રજાને હોળી ન રમવાનો આદેશ આપ્યો હતો, એટલે જે પણ ગામના લોકો હોળી રમવા માંગે છે તેઓ બીજા ગામમાં કે કસ્બામાં જઈને હોળી રમવી પડે છે.
તમિલનાડુમાં પણ લોકો ઉત્તર ભારતીયોની જેમ હોળી નથી રમતા. જોકે, હોળી પૂર્ણિમાના દિવસે પડે છે એટલે અહીંના લોકો આ દિવસને માસી મગમના રૂપમાં સેલિબ્રેટ કરે છે. એવું કહેવાય છે કે આ એક પવિત્ર દિવસ છે કારણ કે આ દિવસે દૈવીય પ્રાણી અને પૂર્વજ પવિત્ર નદીઓ, કળા અને પાણીની ટાંકીઓમાં ડૂબકી લગાવવા માટે ધરતી પર અવતરે છે.