નેશનલ

ભારતમાં ASI હેઠળના રાષ્ટ્રીય સ્મારકો કેટલા છે? ગુજરાત અને મહારાષ્ટ્રનો ક્રમ જાણો…

નવી દિલ્હી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI- Archaeological Survey of India) દ્વારા સંભલમાં તપાસ કરવામાં આવી હતી. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંભલની સિવિલ કોર્ટમાં પોતાનું લેખિત નિવેદન રજૂ કરવામાં આવ્યું, જેમાં મુઘલ યુગની શાહી મસ્જિદના નિયંત્રણ અને સંચાલનની માંગ કરવામાં આવી હતી. આને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓ આ જગ્યાને પોતાનું મંદિર ગણાવી રહ્યાં છે, જ્યારે મુસ્લિમો તેને મસ્જિદ ગણાવી રહ્યાં છે. બન્ને પક્ષો અત્યારે કોર્ટમાં તેનો કેસ લડી રહ્યાં છે.

Also read : Fact Check: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટોઇલેટ્સ ક્લોગ થઇ જતાં મુસાફરો ક્રૂ સાથે ઝઘડી પડ્યા; શું છે વાયરલ વીડિયોની હકીકત

ASI દ્વારા સંભલ કોર્ટમાં કેવો દાવો પેશ કરવામાં આવ્યો?
હિંદુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ મસ્જિદ પહેલા હતી જ નહીં ઇ.સ 1529માં હરિહર મંદિરને તોડીને તેના પર આ મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું છે. જો કે, અહીં ASI દ્વારા કોર્ટ સમક્ષ દાવો કરવામાં આવ્યો છે કે, આ મસ્જિદના નિયંત્રણ અને સંચાલનની જવાબદારી ASIને સોંપી દેવામાં આવે. આ તો થઈ સંભલની વાત! પરંતુ શું તમે જાણો છો કે, દેશમાં ASI સંરક્ષિત વિસ્તારો હેઠળ કેટલી મિલકતો નોંધાયેલી છે? ચાલો જોઈએ વિસ્તૃત અહેવાલમાં…

કોઈ જગ્યાને કેવી રીતે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે?
સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ અંગે માહિતી શેર કરવામાં આવી છે. ભારતમાં એવા ઘણા સંરક્ષિત સ્મારકો અને ક્ષેત્રો આવેલા છે, આ જગ્યાની જમીન સરકારના નામે જ નોંધાયેલી હોય છે. વિગતે વાત કરવામાં આવે તો, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958ની કલમ 3 અને કલમ 4 મુજબ, સ્મારકો અને પુરાતાત્વિક સ્થળોમાં તેની માલિકીમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યાં વિના રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે છે. આંકડાની વાત કરવામાં આવે તો, દેશમાં અત્યારે 3698 જેટલા સ્મારકો અને પુરાતત્વીય સ્થળ, અવશેષને રાષ્ટ્રીય મહત્વ જાહેર કરવામાં આવેલા છે.

Also read : એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?

આ રહી દેશમાં સંરક્ષિત ક્ષેત્રોની યાદી

ક્રમરાજ્યનું નામસ્મારકો અને ક્ષેત્રોની સંખ્યા
01ગુજરાત 205
02મહારાષ્ટ્ર286
03આંધ્ર પ્રદેશ135
04અરૂણાચલ પ્રદેશ03
05આસામ55
06બિહાર70
07છત્તીસગઢ46
08દીવ અને દમણ11
09ગોવા21
10હરિયાણા93
11હિમાચલ પ્રદેશ40
12જમ્મુ અને કાશ્મીર56
13ઝારખંડ13
14કર્નાટક506
15કેરળ29
16લદ્દાખ15
17મધ્ય પ્રદેશ291
18મણિપુર01
19મેઘાયલ08
20મિઝોરમ01
21નાગાલેન્ડ04
22દિલ્હી172
23ઓડિશા81
24પુડુચેરી07
25પંજાબ33
26રાજસ્થાન163
27સિક્કિમ03
28તેલંગાણા08
29તમિલનાડુ412
30ત્રિપુરા08
31ઉત્તર પ્રદેશ743
32ઉત્તરાખંડ44
33પશ્ચિમ બંગાળ135
34કુલ3698




દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button