આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ચાર દિવસના બ્રેઈન ડેડ બાળકની કિડનીનું 13 અને 15 વર્ષના બાળકોમાં સફળ પ્રત્યારોપણ

સુરતમાં એક બાળક ચાર દિવસની ટૂંકી જિંદગી જીવીને મૃત્યું પામ્યું હતું, પણ તે બીજા ત્રણ બાળકોને જીવનદાન આપતું ગયું. માતા-પિતા ઔપચારિક રીતે બાળકનું નામ આપી શકે તે પહેલાં જ ગત બુધવારે તેનું બ્રેઈન ડેથ થયું હતું. તેના મૃત્યુના એક દિવસ પછી ગુરુવારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં 13 વર્ષની કિશોરી અને 15 વર્ષના કિશોરના શરીરમાં મૃતક બાળકની કિડનીઓ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જયરે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સમાં મૃતક શિશુનું લિવર 10 મહિનાના શિશુમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આમ આ બાળક દેશનું સૌથી નાની વયનું ઓર્ગન ડોનર બન્યું છે.

જે બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે તે બંને બાળકો ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા હતા તેમના માટે નિયમિત ડાયાલિસિસ કરાવવું મુશ્કેલીભર્યું હતું. પરંતુ જ્યારે ચાર દિવસના બાળકના પરિવારે તેનું ટૂંકું જીવન વ્યર્થ ન જાય એ માટે ઉમદા નિર્ણય લીધો હતો, ત્યારે બંને બાળકોને સ્વસ્થ જીવનની ભેટ મળી હતી.

સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે ગુરુવારે થયેલું ટ્રાન્સપ્લાન્ટ કોઈ સમસ્યા વગર પૂર્ણ થયું હતું. ટ્રાન્સપ્લાન્ટ સફળતા કે નિષ્ફળતા થોડા દિવસો પછી જ જાણી શકાશે. હાલ વિશ્વાસ સાથે કહી શકાય કે શિશુએ ગુજરાતની અંગદાન પહેલના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે, અમે ભારતમાં સૌથી નાની વયના દાતા પાસેથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. આ ટ્રાન્સપ્લાન્ટના પરિણામો પર દેશભરના નિષ્ણાતોની નજર છે.

આ ટ્રાન્સપ્લાન્ટ માટે નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન(નોટ્ટો)ના ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી કારણ કે નવજાત શિશુના અંગોના પ્રત્યારોપણનો આ પહેલા વહેલો કેસ હતો. ડોક્ટરના જણાવ્યા મુજબ કિડનીને હોસ્ટ બોડી સાથે અનુકૂળ થવામાં થોડો સમય લાગશે, પરંતુ તે ટૂંક સમયમાં બંને કિશોર વયના બાળકોને સપોર્ટ આપવાનું શરુ કરશે એવી આશા છે, હવે બંને બાળકોને વારંવાર ડાયાલિસિસની જરૂરિયાત નહિ રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button