સ્પેશિયલ ફિચર્સ

અંબાણી પરિવારમાં બધું બરાબર છે? રાધિકા મર્ચન્ટના ગાલ પરના નિશાન તો કંઈક અલગ જ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે અને આ ઉપરાંત પરિવાર હંમેશા જ તેમના ફેમિલી વેલ્યુને કારણે પણ ચર્ચામાં આવતો રહે છે.

પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો તો કંઈક અલગ જ સ્ટોરી કહી રહ્યો છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી અને રાધિકાના વીડિયોમાં એવું તે શું જોવા મળ્યું કે નેટિઝન્સ જાત જાતની વાતો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેની ફેશન, સ્ટાઈલ અને સ્ટેટમેન્ટના ફેન છે. અંબાણી પરિવાર સાથે રાધિકા કોઈ પણ ઈવેન્ટ કે ફંકશનમાં દેખાય ત્યારે તે પોતાની સાદગી અને સિમ્પલિસિટીથી લાઈમલાઈટ ચોરી લેતી હોય છે. હાલમાં અંબાણી પરિવારની નાની વહુનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે.

આપણ વાંચો: કપૂર ખાનદાનના ચિરંજીવના લગ્નમાં અંબાણી પરિવારની Shloka Mehtaએ આ રીતે લૂંટી લાઈમલાઈટ…

લગ્નને હજી એક વર્ષ પૂરું નથી થયું ત્યાં રાધિકા અને અંબાણી પરિવાર વચ્ચે બધુ બરાબર છે ને એવી ચર્ચા પણ ચાલી રહી છે અને એનું કારણ છે રાધિકાના ગાલ પર જોવા મળેલા રેડ માર્ક્સ. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકાના ગાલ પર લાલ માર્ક્સ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે અને લોકો આ માર્ક જોઈને જાત જાતની વાતો કરી રહ્યા છે.

કેટલાક લોકોને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રકારના માર્ક નોર્મલ છે તો કેટલાક લોકો આ માર્કને કોઈ એલર્જીના રિએક્શનમાં પણ ખપાવી રહ્યા છે.

આપણ વાંચો: Radhika Merchant બાદ કપૂર પરિવારના ઈવેન્ટમાં અંબાણી પરિવારની આ મહિલાએ સાદગીથી લૂંટી લીધી મહેફિલ…

આ વાઈરલ થઈ રહેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિયાફોરમ્સની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાધિકા વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે. રાધિકા કોઈ જગ્યાએ જઈ રહી હતી અને એ સમયે જ કોઈએ તેને ખૂબ જ ક્લોઝલી શૂટ કરી હતી.

નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ કરતાં લખી રહ્યા છે કે મહાકુંભમાં ડૂબકી લગાવવાની અસર છે તો બીજા એક યુઝરે લખ્યું છે એવું લાગે છે કે અનંત રાધિકા પર હાથ ઉપાડ્યો છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે કોઈ સર્જરી, પરફ્યુમ કે કોસ્મેટિક્સ એલર્જી થઈ હોય એવું લાગે છે.

જોકે, આ લાલ નિશાન એક્ઝેક્ટલી સેના છે એ તો જાણી શકાયું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button