સ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં હાર બાદ ન્યુઝીલેન્ડની ટીમમાં મોટા ફેરફાર; આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન…

ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને બંગ્લાદેશને હરાવીને ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી, સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. પરંતુ ફાઈનલમાં ભારત સામે 4 વિકેટે હાર મળતા ટીમ ટાઈટલથી ચુકી ગઈ હતી. હવે ન્યુઝીલેન્ડની ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સામેની પાંચ T20I મેચની સિરીઝ (NZ vs PAK T20I Series) રમશે, જેના માટે ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

Also read : ભારતીય ક્રિકેટરોને ટ્રોફી-મેડલ્સ આપવા માટેના મંચ પર પાકિસ્તાનના પ્રતિનિધિઓ કેમ નહોતા?

16 માર્ચથી પાકિસ્તાન સામે શરુ થનારી T20I સિરીઝ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમેલા 8 ખેલાડીઓને પડતા મૂક્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમના કેપ્ટન મિશેલ સેન્ટનરને પણ ટીમ સામેલ કરવામાં આવ્યો નથી. તેને બદલે, ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ (Michael Bracewell)ને ન્યુઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

કાયલ જેમીસન અને વિલ ઓ’રોર્કને પાકિસ્તાન સામેમી પ્રથમ ત્રણ મેચ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈજાને કારણે ભારત સામેની ફાઇનલમાં રમી ન શકેલા ફાસ્ટ બોલર મેટ હેનરીનો ચોથી અને પાંચમી મેચ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડના કેપ્ટન તરીકે બ્રેસવેલની બીજી સિરીઝ હશે, અગાઉ ન્યુઝીલેન્ડના બ્રેસવેલે એપ્રિલ 2024 માં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટીમની કેપ્ટનશીપ કરી હતી.

IPLમાં રમશે કિવી ખેલાડીઓ:
IPLને ધ્યાનમાં રાખીને, ન્યુઝીલેન્ડે નિયમિતપણે T20I રમતા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા નથી. IPL 2025 22 માર્ચથી શરૂ થશે જેમાં ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ વિવિધ ફ્રેન્ચાઇઝીઓ તરફથી રમતા જોવા મળશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ રહેલા ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર અને સેન્ટનર IPLમાં રમશે, જેને કારણે તેઓ ન્યુઝીલેન્ડની ટીમ માટે નહીં રમી શકે. મિશેલ સેન્ટનર મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે.

Also read : ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિત ODIમાંથી નિવૃત્તિ લેશે? જાણો રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

પાકિસ્તાન સામેની T20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ::
માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જેકબ ડફી, જેક ફોક્સ (ચોથી અને પાંચમી મેચ માટે), મેટ હેનરી (ચોથી અને પાંચમી મેચ માટે), કાયલ જેમીસન (પ્રથમ ત્રણ મેચ માટે), મિચ હે, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, વિલિયમ ઓ’રોર્ક (પ્રથમ ત્રણ મેચ માટે), ટિમ રોબિન્સન, બેન સીઅર્સ, ટિમ સીફર્ટ, ઇશ સોઢી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button