હેલ્થઃ માર્કેટમાં મળતા અસલી-નકલી માવાનો ભેદ જાણો, છેતરાવવું ના હોય તો આટલું જાણો!

check real or fake mawa: બજારમાં મળતી વિવિધ માવાની વસ્તુ ખાતા પહેલા ખરેખર વિચાર કરવાનો સમય આવી ગયો છે, કારણે કે, આવી ખાણી-પીણીની વસ્તુમાં હવે ભેળસેળ વધારે થવા લાગી છે. વધારે નહીં તો ભલે થોડે અંશે પણ ભેળસેળ તો કરવામાં આવતી જ હોય છે, એ સમત્ય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
દવાખાનમાં જોવા મળતી ભીડ તેનું પ્રમાણ છે. અત્યારે હોળીનો તહેવાર નજીક આવ્યો છે, જેમાં લોકો મોટા પ્રમાણમાં મીઠાઈ ખાવાનો શોખ ધરાવતા હોય છે, પરંતુ સાચા ખોટાની પરખ કરશો નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
માવામાંથી બનેલી મીઠાઈ અને ઘૂઘરા વિના હોળી અધૂરી
હોળી આવી હોય અને મીઠાઈની વાત ના થાય તેવું માનવામાં આવે ખરૂ? સ્વાભાવિક છે કે, માવાથી બનેલી મીઠાઈ અને ઘુઘરા વિના હોળી અધૂરી ગણાય છે. ઘુઘરાને ગુજિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણ વાંચો: પનીર અને માવામાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવાની મહારાષ્ટ્ર સરકારની ચેતવણી
જો તમે પણ હોળીના તહેવારમાં માવામાંથી બનેલ મીઠાઈ અને ઘૂઘરા ખાવાનો વિચાર કરી રહ્યાં છો! તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે, અત્યારે નકલી માવામાંથી બનેવી વસ્તુઓ વેચાવા લાગી છે. જેથી તમને એ ખબર પડવી જોઈએ કે, કઈ વસ્તુ અસલી માવામાંથી બની છે અને કઈ નકલી માવામાંથી બની છે.
બનાવટી માવો ખાઈને બીમારીઓને આમંત્રણ આપો છો
નકલી માવા માટે ભેળસેળિયાઓ સિંથેટિક દૂધ, સ્ટાર્ચ અને કેમિકલનું મિશ્રણ કરે છે. આ પ્રકારનો માવો ખાવાથી તમને પેટમાં દુઃખવું, લિવરમાં સમસ્યા અને અન્ય પણ ઘણી બીમારીઓ થઈ શકે છે. જેથી હંમેશા શુદ્ધ માવામાંથી બનેવી મીઠાઈ ખાવી જોઈએ. બાકી પૈસા આપીને બીમારી ખરીદવાનો કોઈ મતલબ નથી. ચાલો જાણીએ કેવી રીતે શુદ્ધ અને પ્યોર માવાને ઓળખો.
આપણ વાંચો: અમદાવાદમાં ફૂડ વિભાગની તવાઈ: 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત
બનાવટી માવામાંથી અત્યંત વધારે ગંધ આવે છે
જો માવો અસલી અને શુદ્ધ હશે તો તેમાં મીઠાશ ઓછી અને ફ્રેશ ખુશ્બુ આવશે. જ્યારે નકલી માવામાંથી કા તો અત્યંત વધારે ગંધ અથવા નહીંવત ખુશ્બુ આવશે, જ્યારે ભેળસેળ થયું છે કે, કેમ? તેના માટે આયોડિન ટિંચરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે, જો માવો તેમને તેલ જેવો કે પછી ચીકણો લાગે તો આંખો બધી કરીને સમજી જવાનું કે આ નકલી અને ભેળસેળ વાળો જ માવો છે. જેને ખાધો તો સમજી જજો બીમારીને આમંત્રણ આપ્યું!
અસલી માવો થોડો દાણાદાર અને ચીકણો હોય
આ સાથે માવાના રંગ દ્વારા પણ તે અસલી છે કે નકલી તે ચેક કરી શકાય છે. એક રીતે એવી પણ છે જેમાં માવાની શુદ્ધતા તપાસી શકાય છે. થોડો માવો હાથમાં લઈને ચેક કરો જો માવો ખુબ જ વધારે ચીકણો છે અને મુલાયમ હોય તો તે નકલી છે. કારણ કે, અસલી માવો થોડા દાણાદાર અને ચીકણો હોય છે. માવાના રંગની વાત કરવામાં આવે તો શુદ્ધ માવાનો રંગ ઘેરા ભૂરા રંગનો હોય છે, જ્યારે નકલી માવાનો રંગ પીળો કે સફેદ હોય છે.
વિશ્વસનીય દુકાન પરથી જ માવો ખરીદવાનો રાખો
જ્યારે પણ બજારમાં માવામાંથી બનેલી મીઠાઈ ખરીદવા માટે જાઓ છો, ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી વિશ્વસનીય વ્યક્તિની દુકાન પરથી જ માવાની ખરીદી કરવાનું રાખો. જો એવું થઈ શકે તેમ નથી તો પછી ઉપર જણાવેલી બાબતોને યાદ કરી લો, જેથી તમારા સ્વાસ્થ્યને કોઈ હાનિ પહોંચે નહીં.