સુરતમાં વિધિના બહાને પિતરાઈ ભાઈની પત્ની પર દુષ્કર્મ આચરનારા ભુવાની ધરપકડ બાદ કરવામાં આવી હાલત

સુરતઃ શહેરના પુણા ગામમાં રહેતી એક પરિણીતા સાથે તેના ફોઈજીના દિકરાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ આ અંગે પતિને વાત કરતાં તેણે ફોન કરી ભુવાને સુરત બોલાવ્યો હતો. ધારીના ચરખા ગરમલી ગામના ભરત કડવાભાઈ કુંજડીયા (ભુવા) બે દિવસ પહેલા સુરત આવ્યો હતો. તેણે પરિણીતાના પતિ પાસે બજારમાંથી ફૂલ લેવડાવ્યા હતા અને ઘરે આવી રાત્રે 12.30 કલાકે પરિણીતા અને તેના પતિને કહ્યુ કે, તમારે યોગ પાક્યો છે. તેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે.
બાદમાં વિધિનો સામાન મંગાવીને મંત્રો બોલવાનું શરૂ કર્યું હતું. બંનેની આંખો પર રૂદ્રાશ લગાડી નિર્વસ્ત્ર થવા કહ્યું હતું. જે બાદ ભુવાએ પરિણીતાને વિધિના ભાગ રૂપે ખોળામાં બેસાડી દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે ખોટું થયું હોવાનું લાગતાં પરિણીતા ભુવાને ધક્કો મારી ત્યાંથી ભાગી ગઈ હતી. જે બાદ ભુવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…રીતિક રોશનના ફેન્સ માટે માઠા સમાચારઃ વૉર-2ની રિલિઝ ડેટ આ કારણે પાછળ જશે
ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું, તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભુવો વતન અમરેલીના ગામ પહોંચતાં લોકોએ તેને માતાજીના મઢમાં લઇ ગયા હતા. જ્યાં અડધું મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી પણ મંગાવી હતી.
ભુવાએ માફી માંગતા જણાવ્યું હતું કે, મેં તાંત્રિક વિધિ કરી હતી, જેની હું માફી માગું છું. હું રણુજાવાળાની સાક્ષીમાં માફી માગું છું. એનો કોઈ ગુનો નહોતો. આજથી હું આ બધું બંધ કરું છું અને માફી માગું છું.