
મુંબઈ: સોમવારે અમેરિકાના વોલસ્ટ્રીટમાં નોંધાયેલા મોટા ઘટાડાને કારણે એશિયાન બજારોમાં પણ ઘટાડો નોંધાયો છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી (Indian Stock Market opening) રહી છે. આજે મંગળવારે ભારતીય શેર બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું.
સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો:
બજાર ખુલતાની સાથે જ સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 437.87 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 73,677.30 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ 142.20 પોઈન્ટના ઘટાડા સાથે 22318.10 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, TCS, ટાટા મોટર્સના શેર્સમાં મોટો ઘટડો નોંધાયો હતો. જ્યારે ICICI બેંક, મારુતિ સુઝુકી, ONGCના શેર્સમાં ઉછાળો નોંધાયો છે. આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે બધા સેકટોરીયલ ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં કારોબાર કરી રહ્યા હતા.
આ પણ વાંચો…વોલ સ્ટ્રીટમાં ઉથલપાથલ; એશિયન બજારો પણ તૂટ્યા, ભારતીય શેરબજારમાં પણ ગાબડું પડશે?
અમેરિકન શેરબજારો તૂટ્યા:
યુ.એસ.માં મંદીના જોખમને કારણે નાસ્ડેક 100 માં સપ્ટેમ્બર 2022 પછી સૌથી મોટો ઘટડો નોંધાયો. ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફ પ્લાનને કારણે યુએસમાં અર્થતંત્રને મોટું નુકસાન થાય તેવી આશંકા છે.
સોમવારે અમેરિકામાં S&P 500 2.7 ટકા ઘટ્યો હતો. નાસ્ડેક 100 પણ 3.8 ટકા ઘટ્યો. ટેસ્લા ઇન્ક.નો શેર 15 ટકા ઘટ્યો, જ્યારે Nvidia Corp, એપ્રિલ પછીના સૌથી નીચા સ્તરે સરકી ગયો.