નવસારી

નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોતઃ પોલીસે ઓળખ કર્યા વગર અંતિમવિધિ કરી દેતાં પરિવારમાં રોષ…

નવસારીઃ જિલ્લાના બીલીમોરા રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે બે યુવકના મોત નિપજ્યા હતા. પોલીસની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. મૃતદેહોની ઓળખ કર્યા વગર બન્ને યુવકોના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતાં. પોલીસે અંતિમવિધિ કરવા 24 કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં રોષ ફેલાયો છે. પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે.

Also read : ડંકી રુટથી અમેરિકા જનારા ગુજરાતી યુવકને ડાયાબિટીસની દવાનાં અભાવે મળ્યું મોત

બીલીમોરામાં ટ્રેનની અડફેટે આવતા બે યુવકોના મોતની ઘટનામાં પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એક યુવકના ફોટા પરથી પરિવારજનોએ મૃતદેહની માગ કરી છે. યુવકોની ઓળખાણ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરી દેતાં મૃતક યુવકના પરિવારજનો અને સમાજનો પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો.

Also read : ગાંધીધામમાં ઉદ્યોગપતિના ઘરમાં નોકરાણી કરી નાખી હાથસફાઈ, ત્રણ ઝવેરી સામે નોંધાયો ગુનો

પોલીસે અંતિમક્રિયા કરવા 24 કલાકની પણ રાહ જોઈ નહી. છ કલાકની અંદરજ અંતિમ સંસ્કાર કરી નાંખ્યાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. મૃત્યુ પામનાર બે પૈકી એક યુવકની હજુ પણ ઓળખ થઈ નથી. મૃતકના પરિવારે ન્યાયની માગ સાથે પોલીસને રજુઆત કરી છે. હાલ, પરિવારમાં માતમ છવાયો છે. આ મામલે પોલીસે લાશ ડિકમ્પોઝ હાલતમાં હોઈ અંતિમક્રિયા જરૂરી હોવાનુ જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button