આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં હેલ્મેટનું કડક અમલીકરણ કરાશેઃ પોલીસ વડાએ આપી કાર્યવાહી કરવાની સૂચના…

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટના નિયમોનું કડક અમલીકરણ કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને સૂચના આપી હતી. ત્યાર બાદ રાજ્યમાં લોકો ફરજિયાત હેલ્મેટનો અમલ કરે તે માટે ઝૂંબેશ હાથ ધરાઈ હતી. પરંતુ અનેક લોકો આ નિયમ નહીં પાળતા હોવાથી પોલીસ તંત્રએ તેમની સામે કાર્યવાહી હાથ ધરવા કામગીરી શરૂ કરી છે. હવે રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.

Also read : તોલમાપના નિયમોનું ઉલ્લંઘન કરાતા મહેસાણા જિલ્લામાં 29 વ્યાપારી એકમ સામે કાર્યવાહી…

હેલ્મેટનો કડક અમલ કરાવવા આદેશ
રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કડક અમલ કરાવવા માટે પોલીસ અને તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત હાઈવે પર પણ ટ્રાફિકના જવાનોને સાથે રાખીને હેલ્મેટ ડ્રાઈવ ચલાવવા અને સીસીટીવીના માધ્યમથી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. શહેરી વિસ્તાર સિવાય નગરોમાં પણ ટુ વ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Also read : Gujarat માં ગ્રીન એનર્જીને વેગ અપાશે, ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા સરકારના પ્રયાસો…

તાજેતરમાં રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. સોમવારથી દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે પોલીસ અને તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. હેલ્મેટને લગતી ડ્રાઈવની સૂચનાના પાલન બાદ કામગીરીની વિગતો રજૂ કરવા સૂચના અપાઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button