આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat ના 25 હજાર આરોગ્ય કર્મીઓની 17 મી માર્ચથી હડતાળની ચીમકી…

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)ફરી એક વખત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આરોગ્યકર્મીઓના પડતર પ્રશ્નો મુદ્દે મેદાનમાં આવ્યું છે. મહાસંઘે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલનું રણશીંગુ ફૂંકવા તારીખ જાહેર કરી હતી. ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વર્ગ–૩ના આરોગ્ય વર્કર, જિલ્લા કક્ષાના સુપરવાઈઝર સહિતના 25 હજાર કર્મચારીઓ આગામી ૧૭મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરશે.

17 મી માર્ચથી ગ્રામીણ ક્ષેત્રની આરોગ્ય સેવાને પણ ગંભીર અસર થશે

આરોગ્ય કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી હેલ્થ કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન આપ્યું હતું, આમ તારીખ 17 મી માર્ચથી ગ્રામીણ ક્ષેત્રની આરોગ્ય સેવાને પણ ગંભીર અસર થશે. આરોગ્ય કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

Also read : હોળી પૂર્વે ગુજરાતમાં હીટવેવ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

પરીક્ષા કેડર રદ સહિતના મુદ્દે આંદોલન શરૂ કરાશે

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, સ્ટાફ વહીવટી અને નાણાંકીય પ્રશ્નો પણ પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.પંચાયત સેવાના હેલ્થ વર્કર કેડરને મળતો 1900 ગ્રેડ પેને બદલે 2800 ગ્રેડ પે તેમજ સુપરવાઈઝર વગેરેમાં 2400 ને બદલે 4200 ગ્રેડ પે લાગુ કરવાની માગણી કરાઈ હતી. બીજી તરફ ખાતાકીય પરીક્ષા કેડર રદ સહિતના મુદ્દે આંદોલન શરૂ કરાશે.

મહાસંઘના આ નિર્ણય અંગે જાણ કરવામાં આવી

રાજ્યના લગભગ 25,000 જેટલા કર્મચારીઓ આ લડતમાં સામેલ થવા જઈ રહ્યા છે પગાર વધારા સહિતની 17 જેટલી માંગણીઓ માટે અનેક વખત રજૂઆત પછી નિર્ણય નહીં લેવાતા અચોક્કસ મુદત ની હડતાલનું એલાન અપાયું હતું. 33 જિલ્લામાં આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખોને તેમજ લાગતા વળગતા હોદ્દેદારોને પણ મહાસંઘના આ નિર્ણય અંગે જાણ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button