શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં ધોરડોને સ્થાન
નવી દિલ્હી: વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી ૫૪ શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં ગુજરાતના ધોરડો ગામે સ્થાન મેળવ્યું છે.
ભારતના અધ્યક્ષપદ હેઠળ મળેલી જી-૨૦ના વર્કિંગ ગ્રૂપની બેઠકનું ગુજરાતના ધોરડો ગામે યજમાનપદ સંભાળ્યું હતું.
ડબ્લ્યુટીઓએ બૅસ્ટ ટૂરિઝમ વિલેજ ૨૦૨૩ની યાદી જાહેર કરી હતી.
શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં સ્થાન આપવા ગામની પસંદગી કરવા ગ્રામીણ વિસ્તારની સંભાળ, જમીનની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્ય, સ્થાનિક મૂલ્યો અને પરંપરાગત રાંધવાની કળા જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે, એમ ડબ્લ્યુટીઓ દ્વારા વૅબસાઈટ પર મૂકવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
યુએનડબ્લ્યુટીઓ ટૂરિઝમ ફૉર રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપ વર્ષ ૨૦૨૧માં ડબ્લ્યુટીઓએ બૅસ્ટ ટૂરિઝમ વિલેજની યાદી જાહેર કરવાનો આરંભ કરવામાં આવ્યો હતો.
યુએનડબ્લ્યુટીઓ ટૂરિઝમ ફૉર રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ત્રીજી આવૃત્તિમાં બૅસ્ટ ટૂરિઝમ વિલેજની યાદીમાં સ્થાન મેળવવા મળેલી કુલ ૨૬૦ અરજી મળી હતી જેમાંથી ૫૪ શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની પસંદગી કરવામાં આવી હતી.
અપગ્રેડ કરવામાં આવેલા આ પ્રોગ્રામમાં વધુ ૨૦ ગામ જોડાતાં હવે ૭૪ ગામ ડબ્લ્યુટીઓ બૅસ્ટ ટૂરિઝમ વિલેજ નૅટવર્કનો હિસ્સો છે. (એજન્સી)