ઇન્ટરનેશનલ

નેપાળમાં ફરી રાજાશાહીના સ્થાપન માટે હજારો લોકો ઊતર્યાં રસ્તા પર, કાઠમંડુમાં રાજાનું કર્યું સ્વાગત…

કાઠમાંડુ: હાલ પાડોશી દેશ નેપાળમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તે પાછળનું કારણ કે લોકો ઇચ્છી રહ્યા છે કે આ દેશમાં રાજાશાહીનો યુગને પુનઃ સ્થાપવામાં આવે. આ માંગને લઈને રાજધાની કાઠમંડુનાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને તેના રાજાનું સ્વાગત કર્યું હતુ. જો કે નેપાળમાં હવે રાજાશાહીની સ્થાપના થઈ શકે ખરી? તે કેટલું સરળ ચાલો જાણીએ.

Also read : South Korea ના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ જેલમાંથી મુક્ત, જાણો સમગ્ર મામલો…

રાજાનો મહેલ ખાલી કરો..
નેપાળની રાજધાની કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથકના મુખ્ય પ્રવેશદ્વારથી 10000 ઉત્સાહી લોકોની વિશાળ ભીડ એકઠી થઈ છે. આ ભીડ એક વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા અને તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. કેટલાક હાથ મિલાવવા માંગતા હતા. આ દરમિયાન કેટલાક સૂત્રોચ્ચાર થઈ થઈ રહ્યા હતા કે “નારાયણહિટી (રાજાનો મહેલ) ખાલી કરો, અમારા રાજા આવી રહ્યા છે. તે ઉપરાંત “જય પશુપતિનાથ, અમારા રાજાનું સ્વાગત છે’ તેવા પણ નારા લગવામાં આવી રહ્યા હતા.

10 હજાર લોકો રસ્તા પર ઉતર્યા
રાજાશાહી પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે હજારો લોકો કાઠમંડુના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સ્વાગત કર્યું હતું. આ લોકોએ માંગ કરી હતી કે નેપાળમાં માત્ર રાજાશાહી જ નહીં, પરંતુ હિન્દુ ધર્મને પણ રાજ્ય ધર્મ તરીકે પાછો લાવવો જોઈએ. જ્ઞાનેન્દ્ર શાહનું સ્વાગત કરવા માટે 10 હજારથી વધુ લોકો કાઠમંડુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચ્યા હતા. જોકે, રાજાના સમર્થકોનાં જણાવ્યા અનુસાર તેમની સંખ્યા 4 લાખ જેટલી હતી.

240 વર્ષ સુધી હતું હિંદુ શાસન
અત્રે ઉલ્લેખનીય છે કે 16 વર્ષ પહેલાં, નેપાળ વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. જ્ઞાનેન્દ્ર શાહ 2008 સુધી નેપાળના રાજા હતા. અહીંના રાજાઓ મહા શિવરાત્રીના પ્રસંગે સેનાનું નિરીક્ષણ કરતા હતા અને ઇન્દ્ર જાત્રા ઉત્સવ દરમિયાન આશ્રયદાતા દેવી કુમારીના આશીર્વાદ લેતા હતા. 240 વર્ષ સુધી હિંદુ રાજ્ય રહ્યા બાદ માઓવાદી ચળવળ અને કથિત ડાબેરી ક્રાંતિ બાદ પડોશી દેશમાં સત્તા પરિવર્તન થયું અને જ્ઞાનેન્દ્ર શાહને ગાદી છોડવી પડી. હવે નેપાળમાં રાજાશાહીના સમર્થકો રાજાશાહી શાસન વ્યવસ્થા પાછી લાવવાની માંગ કરી રહ્યા છે.

Also read : Us Tariff War વચ્ચે ચીને લંબાવ્યો ભારત તરફ હાથ, કહી આ વાત

રાજાશાહીની સ્થાપના સરળ?
નેપાળમાં રાજાશાહીનો યુગનાં સમાપ્ત થયા બાદ અહીં 13 અલગ અલગ સરકારો આવી ચૂકી છે. નેપાળમાં ઘણા લોકો માની રહ્યા છે કે વર્તમાન લોકશાહી શાસન નિષ્ફળ ગયું છે અને ભ્રષ્ટાચાર, આર્થિક મુશ્કેલીઓ અને રાજકીય અસ્થિરતાની સ્થિતિ છે. આ કારણોસર લોકો રાજાશાહીની માંગ કરી રહ્યા છે. જે લોકો થોડા વર્ષો પહેલા રાજાશાહીનો વિરોધ કરી રહ્યા હતા તે લોકો હવે જ્ઞાનેન્દ્ર શાહ ફરી દેશની કમાન સંભાળે તેવું માની રહ્યા છે. કાઠમંડુની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે જ્ઞાનેન્દ્ર શાહને ભારે સમર્થન મળી રહ્યું છે પરંતુ રાજાશાહીની સ્થાપના સરળ નથી કારણ કે હવે તે એક લોકશાહી દેશ બની ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button