આમચી મુંબઈ

જાહેરમાં અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની ધરપકડ…

નાગપુર: નાગપુરમાં જાહેરમાં કથિત અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીના કરતૂતનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Also read : જેલમાંથી હૉસ્પિટલે લઈ જતી વખતે આરોપીનું મૃત્યુ

પોલીસના જણાવ્યા મુજબ આરોપી શાંત કુમાર (30) કર્ણાટકનો રહેવાસી છે અને નાગપુરની એક હોટેલમાં મૅનેજર તરીકે કામ કરે છે. વર્ધા રોડ પરની સેન્ટ્રલ જેલ નજીક જૉગિંગ ટ્રેક પાસેની બૅન્ચ પર એક મહિલા બેઠી હતી. ફોન પર વાત કરતાં કરતાં મહિલાને જોઈ આરોપીએ અશ્લીલ કૃત્ય કર્યું હતું. આવું શરમજનક કૃત્ય બદલ મહિલાએ પૂછતાં આરોપી નાસી ગયો હતો.

આ પ્રકરણે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી જે કારમાં રફુચક્કર થયો હતો તેને ધનતોલી પોલીસે ટ્રેસ કરીને આરોપીને તાબામાં લીધો હતો.

Also read : Viral Video: ચાલતી ટ્રેનમાં ઉતરવાના કિસ્સામાં મહિલાએ ગુમાવ્યું સંતુલન, પોલીસે બચાવ્યો જીવ

કુમાર વિરુદ્ધ બજાજ નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. તેના મોબાઈલ ફોનમાંથી કેટલીક વાંધાજનક ક્લિપ્સ પણ મળી આવી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button