નેશનલ

તહેવારોમાં આવશ્યક વસ્તુઓના ભાવ સ્થિર રહેશે

નવી દિલ્હી: તહેવારોની મોસમમાં સાકર, ખાદ્યતેલ સહિતની આવશ્યક વસ્તુઓનાં ભાવ સ્થિર રહેશે, એમ કેન્દ્રના અન્ન સચિવ સંજીવ ચોપ્રાએ ગુરુવારે કહ્યું હતું.

સ્થાનિક પુરવઠા અને ઘઉં, ચોખા, સાકર, ખાદ્યતેલ સહિતની આવશ્યક વસ્તુઓની કિંમત અંગે પ્રસારમાધ્યમને માહિતી આપતા સંજીવ ચોપ્રાએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું. તહેવારોની સિઝનમાં આવશ્યક વસ્તુઓનાં ભાવ સ્થિર રહેશે અને તેમાં કોઈ વધારો થવાની શક્યતા ન હોવાનું તેમણે કહ્યું હતું. આવનારાં બે-ત્રણ મહિના સુધી આવશ્યક વસ્તુઓનાં ભાવ સ્થિર રહેશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આવશ્યક વસ્તુઓનાં ભાવ સ્થિર રહે તે માટે સરકારે તાજેતરમાં જ અમુક પગલાંઓ લીધાં હોવાનું તેમણે કહ્યું હતું. આ માટે સરકારે કસ્ટમ ડ્યૂટી, સ્ટોક લિમિટ, ટ્રેડ પોલિસી સહિતના આવશ્યક તમામ સાધનોનો સરકારે ઉપયોગ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. ભાવ સ્થિર રહે તેની ખાતરી કરવા માટે સરકારે ઉપરોક્ત તમામ સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હોવાનું તેમણે
કહ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકાર આવશ્યક વસ્તુઓનાં ભાવ પર સતત ચાંપતી નજર રાખી રહે છે અને ભાવ સ્થિર રહે તે માટે અમુક વસ્તુઓ પર લાદવામાં આવેલા અંકુશો ચાલુ રહેશે. આ અંકુશો નજીકના ભવિષ્યમાં હટાવવામાં નહીં આવે.

આવશ્યક વસ્તુઓનાં ભાવ અંકુશમાં રાખવા લેવામાં આવેલાં અમુક પગલાંઓમાં મે ૨૦૨૨થી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ, પેરાબોઈલ્ડ રાઈસ પરનો નિકાસ વેરામાં કરવામાં આવેલો ૨૦ ટકા વધારો માર્ચ ૨૦૨૪ સુધી લંબાવવા સહિત કઠોળના સ્ટોેકની મર્યાદા પ્રતિબંધિત શ્રેણી અંતર્ગત ૩૧ ઑક્ટોબર બાદ પણ સાકરની નિકાસ પર પ્રતિબંધ જેવા પગલાં જેવી બાબતોના સમાવેશ થાય છે.

તહેવારોની સિઝન દરમિયાન સાકરના વપરાશમાં વધારો થાય છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળાય તેટલો સાકરનો સ્ટોક દેશ પાસે છે અને આવતા મહિનાથી સાકરની નવી આવક થવાને કારણે ભાવમાં ઘટાડો થશે.

પહેલી ઑક્ટોબરે દેશમાં સાકરનો ઑપનિંગ સ્ટોક ૫૭ લાખ ટન છે જે દેશની સાકરની અઢી મહિનાની જરૂરિયાત જેટલો હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button