ગેરકાયદે હોર્ડિંગ્સ અંગે જસ્ટિસ ઓકે ઠપકો આપ્યા બાદ પોલીસ ગુનો નોંધવા દોડી ગઇ…

થાણે: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અભય ઓકે મીરા-ભાયંદરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અંગે ઠપકો આપ્યાના કલાકો બાદ પોલીસે આ પ્રકરણે એક વ્યક્તિ સામે ગુનો નોધ્યો હતો.
Also read : થાણેવાસીઓ માટે મહત્વના સમાચાર: થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો પ્રકલ્પ શરૂ થશે
મીરા-ભાયંદર વસઇ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની એન્ટિ-હોકર સ્કવૉડની ફરિયાદને આધારે શનિવારે રાજારામ નિનાવે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જસ્ટિસ ઓકે શનિવારે અનધિકૃત હોર્ડિંગ અંગે નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે મુંબઈ હાઇ કોર્ટે અગાઉ આવાં બેનરો લગાવવા પૂર્વે મંજૂરી લેવાનું ફરજિયાત બનાવ્યું છે.
મીરા-ભાયંદરમાં મેજિસ્ટ્રેટ કોર્ટના ઉદ્ઘાટન વખતે તેમણે કહ્યું હતું કે હું વાહનમાંથી એક નિર્ધારિત જગ્યાએ જતો હતો ત્યારે એક કાર્યક્રમમાં મહેમાનોને આવકારતા ઘણાં બધાં બેનરો જોયાં હતાં. આરંભમાં સારું લાગ્યું, પરંતુ પછીથી ખબર પડી કે તે અનધિકૃત રીતે ગોઠવવામાં આવ્યાં છે, એમ જજે જણાવ્યું હતું.
મુંબઈ હાઇ કોર્ટનો આદેશ છે કે કોઇ પણ બેનરો મંજૂરી વિના લગાવી નહીં શકાશે. જોકે આમાંથી કોઇ પણ બેનરો માટે પરવાનગી લેવાઇ નહોતી, જેથી તે અનધિકૃત છે. સ્થાનિક મહાપાલિકા દ્વારા આવાં બેનરો વિરુદ્ધ તુરંત પગલાં લેવા જોઇએ.
Also read : Good News: દિલ્હી-બેંગલુરુ માફક મુંબઈમાં પણ શરૂ થશે બાઇક ટેક્સી!
આના કલાકો બાદ કાશીગાવ પોલીસે કોર્ટની ઇમારતના ઉદ્ઘાટન સંબંધમાં અનધિકૃત હોર્ડિંગ્સ લગાવનાર રાજારામ નિનાવે વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઇ)