તોલમાપના નિયમોનું ઉલ્લંઘન કરાતા મહેસાણા જિલ્લામાં 29 વ્યાપારી એકમ સામે કાર્યવાહી…

ગાંધીનગર: મહેસાણા જિલ્લામાં તોલમાપ વિભાગે જિલ્લામાં ઓચિંતી તપાસ કરતા ગ્રાહકોને ઓછા વજનમા વસ્તુઓ આપવી તેમજ વિવિધ પ્રોડક્શન અને તેના મામલે જરૂરી નિર્દેશનો અને તોલમાપ નિયમોનું પાલન નહિ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેની સામે 5.28 લાખથી વધુનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો.
Also read : ફળોના રાજાનું થઈ ગયું આગમનઃ ગોંડલ એપએમસીમાં કેસર કેરીનો ભાવ જાણો…
5.28 લાખનો દંડ
વિધાનસભા ગૃહ ખાતે મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા વ્યાપારી એકમ સામે કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં કુલ 29 વેપારી એકમો સામે પેકેજ્ડ કોમોડિટી રુલ્સ -2011 મુજબ નોંધણી ન કરાવવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 5,28,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
Also read : Gujarat માં ચાલુ વર્ષે વાહનોના કુલ વેચાણમાં 8.44 ટકાનો ઘટાડો
વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે પેકેજ્ડ કૉમોડીટીઝ નિયમો-૨૦૧૧ના નિયમ-૨૭ હેઠળ નોંધણી કરાવવી ફરજીયાત છે. નોંધણી માટે રોકાણકાર સુવિધા પોર્ટલ (આઇ.એફ.પી. પોર્ટલ) ઉપર ઓનલાઇન અરજી કરી જરૂરી ફી ભરી ઓનલાઇન નોંધણી પ્રમાણપત્ર મેળવી શકાય છે.