Aathiya Shettyએ આ રીતે વરસાવ્યું કેએલ રાહુલ પર પ્રેમ, સસરા સુનિલ શેટ્ટીએ પણ કહ્યું…

બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Aathiya Shetty) અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul)ની ખુશીનો પાર નથી રહ્યો, કારણ કે બંને જણ ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે અને આ બધા વચ્ચે ગઈકાલે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ પણ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કરી લીધું છે.
બીજી શબ્દોમાં કહીએ તો કપલ હાલમાં ડબલ સેલિબ્રેશનના મૂડમાં છે. ગઈકાલની મેચમાં ટીમ ઈન્ડિયાને મળેલી જિતમાં કેએલ રાહુલનો સિંહફાળો છે. દરમિયાન આથિયાએ ખૂબ જ ખાસ અંદાજમાં પતિ રાહુલ પર વ્હાલ વરસાવ્યું છે. ચાલો જોઈએ શું કહ્યું આથિયાએ-
આથિયા શેટ્ટી હાલમાં પ્રેગ્નન્ટ છે અને એટલે જ તેણે દુબઈમાં સ્ટેડિયમમાં જઈને મેચ જોવા માટે દુબઈ નહોતી પહોંચી. પરંતુ આથિયાએ ઘરે બેસીને જ મેચનો આનંદ ઉઠાવ્યો છે. આથિયાએ પતિ રાહુલ પર પ્રેમ વરસાવતા મેચ જિત્યા બાદની મોમેન્ટ શેર કરી હતી.

આપણ વાંચો: રાહુલ-આથિયાને કોહલીએ ‘અપાવ્યા’ 40 લાખ રૂપિયા, જાણો કેવી રીતે…
જેમાં કેએલ રાહુલ હવામાં બેટ લહેરાવતો જોવા મળી રહ્યો છે અને આથિયા ટીવી સામે ઊભેલી જોવા મળી હતી. ફોટોમાં આથિયા બેબી બંપ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આથિયાએ આ ફોટો શેર કરતાં હાર્ટ શેપ પોસ્ટ કર્યો છે.
આથિયાની સાથે સાથે જ કેએલ રાહુલ પર સસરા સુનિલ શેટ્ટીએ પણ જમાઈ પર વ્હાલ વરસાવતા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરીને સુનિલે કેપ્શન લખી છે કે ઈન્ડિયાની ઈચ્છા… રાહુલની કમાન… સુનિલ શેટ્ટીની આ પોસ્ટ પણ સોશિયવ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. વિંદુ દારા સિંહે આ ફોટો શેર કરીને લખ્યું હતું કે અદ્ભુત ફિનિશર, જેણે કપ સુધી પહોંચાડ્યા. બીજા એક યઉઝરે લખ્યું હતું કે બેસ્ટ હૈ જી.
આપણ વાંચો: ચાલુ કોમેન્ટ્રીમાં લપસી હરભજનસિંહની જીભ, અનુષ્કા આથિયા માટે કહી દીધી આ વાત…
અત્રે ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટી ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. 2024માં તેણે પોસ્ટ કરીને પ્રેગ્નન્સી એનાઉન્સ કરતાં જણાવ્યું હતું તે 2025માં તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. ફેન્સ હવે બંનેના બેબીના જન્મની રાહ જોઈ રહ્યા છે. ફેન્સે પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બેબીએ આવતા પહેલાં જ ટ્રોફી જિતી લીધી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આથિયા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તે બ્રાન્ડના પ્રમોશનમાં જ જોવા મળે છે. તે છેલ્લે ફિલ્મ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળી હતી.