હોળી પર બની રહ્યો છે આ ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…

રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે હોળી 14મી માર્ચના સેલિબ્રેટ કરવામાં આવશે અને આ વખતે હોળીનો તહેવાર ખાસ સંયોગોમાં ઉજવવામાં આવશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હોળી પર આ વખતે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને આ જ દિવસે ગજકેસરી યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હોળી પર બની રહેલો આ ગજકેસરી યોગ ત્રણ રાશિના જાતકો માટે શુકનિયાળ રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે, આ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (10-03-25): અઠવાડિયાનો પહેલો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો અહીં એક ક્લિક પર…
મિથુન રાશિના જાતકો માટે હોળીથી અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ સમય ઘર, વાહન, પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે એકદમ અનુકૂળ છે. પ્રોપર્ટી ખરીદવા કે વેચવા માટે પણ આ સમય એકદમ અનુકૂળ છે. આ સમયે માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. રોગમાંથી મુક્તિ મળી શકે છે. પિતાનો સાથ-સહકાર મળી શકે છે.
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખર્ચમાં કાપ મૂકવાનો રહેશે. પૈસાની બચત કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો પડશે. રોકાણથી લાભ છઈ રહ્યો છે. આ સમયે કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.
મકર રાશિના નવી નોકરી શોધી રહેલાં લોકોની શોધ આજે પૂરી થઈ રહે છે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થશે. તાણ-ચિંતામાંથી મુક્તિ મળી રહી છે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થઈ રહી છે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.