આપણું ગુજરાત

Gujarat માં ગ્રીન એનર્જીને વેગ અપાશે, ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા સરકારના પ્રયાસો…

અમદાવાદ : ગુજરાતમાં ગ્રીન એનર્જીને (Gujarat Green Energy)વેગ આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે. જ્યારે સી.આઈ.આઈ. ગુજરાતની એન્યુઅલ મિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે. તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જીના ઉપયોગ તરફ વાળવા છે. સરકારે ગ્રીન એનર્જી ઉત્પાદન અને વિનિયોગને પ્રોત્સાહિત કરવાનો અભિગમ અપનાવ્યો છે. ગત વાયબ્રન્ટ સમિટમાં ગ્રીન એનર્જીને પ્રાધાન્ય આપીને કુલ એમ.ઓ.યુ.માંથી અડધો અડધ એમ.ઓ.યુ. આ ક્ષેત્ર માટે કરવામાં આવ્યા છે.

Also read : Gujarat માં ચાલુ વર્ષે વાહનોના કુલ વેચાણમાં 8.44 ટકાનો ઘટાડો

ગ્રીન એનર્જી આધારિત જી.આઈ.ડી.સી બનાવવા અગ્રેસર

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રીન એનર્જીથી ગ્રીન ગ્રોથનો સંકલ્પ પાર પાડવા રાજ્યની કોઈ એક ઔદ્યોગિક વસાહત (GIDC)ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી જી.આઈ.ડી.સી. બનાવવાની દિશામાં સરકાર આગળ વધવા માંગે છે. વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ, એમ.એસ.એમ.ઈ.ને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગ જગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટ ગ્લોબલ કોમ્પિટીટિવ માર્કેટમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે

સરકારની નીતિઓને પગલે ઔધોગિક વિકાસે હરણફાળ ભરી

સી.આઇ.આઇની વાર્ષિક બેઠક વિઝન ઇન્ડિયા @ 2047માં ચેરપર્સન સ્વાતિ સંલગાવલકરે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) 600થી વધુ સભ્યોની સમર્પિત ટીમની અવિરત મહેનત થકી રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસની નવીન તકો માટે સૌના સાથ અને સૌના વિકાસથી આગળ વઘી રહ્યા છીએ. તેમજ સરકારની નીતિઓને પગલે ઔધોગિક વિકાસે હરણફાળ ભરી છે.

Also read : કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shahએ કહ્યું, વકીલાત માત્ર વ્યવસાય નહીં પણ સંવિધાન મજબૂત કરવાની પણ ફરજ

ધોલેરા એસ.આઇ.આર રોકાણ માટે એક આકર્ષક સ્થળ

તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઇ.આર અને પીએ મીત્ર પાર્ક, રાજ્યમાં રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યા છે. આ સંસ્થા રાજ્યના વિકાસ થકી ઔધોગિક વિકાસ માટે કટિબધ્ધ છે. ગુજરાત સરકાર અને સીઆઇઆઇના સહયોગ દ્વારા વિક્સિત ગુજરાતની દિશામાં આ વાર્ષિક સભા ખાસ કદમ બની રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button