મહારાષ્ટ્ર

Maharashtra Budget: અજિત પવારે મહારાષ્ટ્રનું રજૂ કર્યું અંદાજપત્ર, જાણો વિશેષતાઓ?

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે આજે વિધાનસભામાં રાજ્યનું અગિયારમું બજેટ રજૂ કર્યું હતું. પોતાના બજેટ ભાષણમાં અજિત પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં જે રાહત આપી છે તેના માટે કેન્દ્ર સરકારનો આભાર માનું છું. મહારાષ્ટ્રવાસીઓની અપેક્ષાઓને સાકાર કરવા માટે અમે સંપૂર્ણ કોશિશ કરીશું.

એફડીઆઈમાં બનીશું નંબર વન

અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્ર દેશમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)માં નંબર વન સ્થાને છે. દાવોસમાં મહારાષ્ટ્રએ 56 કંપની સાથે 15.72 લાખ કરોડ રુપિયાના કરાર પર હસ્તાક્ષરો કર્યા હતા, જેમાં 12 લાખ લોકોને રોજગારી મળશે. મહારાષ્ટ્ર દેશના કુલ જીડીપીમાં 15.4 ટકાનું યોગદાન પૂરું પાડે છે.

આપણ વાંચો: Parliament Session:સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં હંગામાની શક્યતા, વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે

એમએમઆરડીએના શિરે મોટી જવાબદારી

નાણા પ્રધાન અજિત પવારે આગળ કહ્યું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને મહારાષ્ટ્રનું ડેવલપમેન્ટ સેન્ટર બનાવવા માટે સાત વેપારી કેન્દ્ર બનાવવાની યોજના છે. આ સેન્ટરની મદદથી મહારાષ્ટ્ર રાજ્યને વધુ વ્યાપારિક અને ઔદ્યોગિક રીતે સશક્ત બનાવવામાં આવશે.

વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં આવશે

2047 સુધીમાં પ્રધાનમંત્રીનું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યની મહત્ત્વની ભૂમિકા હશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વિકસિત ભારતનું સપનું પણ અમે સાકાર કરીશું અને મહારાષ્ટ્ર પણ આ દિશામાં નંબર વન હશે.

આપણ વાંચો: આવતીકાલે મહારાષ્ટ્રનું બજેટઃ અજિત પવાર રજૂ કરશે

વિધાનસભામાં અર્થતંત્ર મુદ્દે

અજિત પવારે વિધાનસભામાં કહ્યું હતું કે અર્થતંત્રના વિકાસ રથને વેગ આપવા માટે ચાર મુખ્ય પરિબળોમાં સુધારો કરવાની જરુર છે. ખાનગી અને જાહેર રોકાણ, ગ્રાહક ખર્ચ અને નિકાસ. સરકાર દ્વારા માળખાગત સુવિધાઓમાં કરવામાં આવતા રોકાણ અને ઉદ્યોગોને આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનો મોટો પ્રમાણમાં સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષિત કરે છે.

સરકારે લોજિસ્ટિક્સ પોલિસી જાહેર કરી

નાણા પ્રધાને રાજ્યની લોજિસ્ટિક પોલિસી જાહેર કરી હતી, જેના મારફત રાજ્યમાં 10,000 એકરથી વધુ વિસ્તારમાં ડેડિકેટેડ લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટસને આપવામાં આવી રહેલા પ્રોત્સાહનો અને સુવિધાઓથી લગભગ પાંચ લાખ સીધા અને પરોક્ષ રીતે રોજગારીનું સર્જન કરવામાં આવશે.

આપણ વાંચો: AI-ચેટબોટના જમાનામાં છત્તીસગઢના નાણા પ્રધાને હસ્તલિખિત 100 પાનાનું બજેટ રજૂ કર્યું

5,56,379 કરોડના ઉત્પાદનોની કરી નિકાસ

અજિત પવારે વિધાનસભામાં કહ્યું હતું કે વર્ષ 2023-24માં કુલ 5,56,379 કરોડ રુપિયાના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2024-25માં નવેમ્બર, 2025 સુધીમાં કુલ 3,58,439 કરોડ રુપિયાના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી.

નવા પોર્ટ અને એરપોર્ટ મુદ્દે કરી મહત્ત્વની જાહેરાત

વાઢવણ પોર્ટ 2030 સુધીમાં કાર્યરત કરવાની જાહેરાત કરતા નાણા પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે વાઢવણ પોર્ટ મુંબઈના ત્રીજા એરપોર્ટથી નજીકનું હશે, જ્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના સ્ટેશનથી પણ નજીકમાં પોર્ટ આવેલું હશે.

શિરડી એરપોર્ટ ખાતે પણ ટૂંક સમયમાં નાઈટ લેન્ડિંગની સુવિધા ઉપલબ્ધ હશે. આગામી મહિના દરમિયાન ડોમેસ્ટિક ફલાઈટ શરુ થશે, જ્યાંનું 85 ટકા સંપન્ન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button