Video: મહા મહેનતે જીતેલી ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત ટેબલ પર જ ભૂલી ગયો; વીડિયો વાયરલ

દુબઈ: ગઈ કાલે દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ (India won Champions Trophy 2025) રચ્યો. ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma)એ 83 બોલમાં 76 રન બનાવીને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો, જેના માટે રોહિતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
દરેક મેચની જેમ, ફાઇનલ મેચ પછી પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઘણા પ્રશ્નોને જવાબા આપ્યા હતાં, આ દરમિયાન તેને એક મોટી ભૂલ કરી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ટ્રોફી જિત્યા બાદ હાર્દિક પંડ્યા કેમ કરે છે આ ખાસ કામ? કારણ જાણીને…
ફાઇનલ મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માએ પત્રકારોના બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતાં, આ દમિયાન ટ્રોફી ટેબલ પર રાખવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ નિવૃત્તિની અટકળોનો અંત લાવ્યો હતો, તેણે કહ્યું કે હું હાલ નિવૃત્તિ વિષે વિચારી રહ્યો નથી. ત્યાર બાદ રોહિત ખુરસી પર ઉઠીને જતો રહ્યો, પણ તે ચેમ્પિયન્સ ટ્રોફી ટેબલ પર જ ભૂલી ગયો. જે બાદ ભારતીય ટીમના મીડિયા મેનેજરે ટ્રોફી લઇને રોહિતને આપી હતી. કેપ્ટન રોહિતની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો રમુજ કરી રહ્યા છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆતની મેચોમાં રોહિત શર્માનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. ફાઇનલ મેચ પહેલા કેપ્ટને ચાર મેચમાં કુલ 104 રન બનાવ્યા હતા, પરંતુ ફાઇનલમાં ઓપનીંગમાં આવેલા રોહિત શર્માએ 76 રન બનાવ્યા હતાં.