નેશનલસ્પેશિયલ ફિચર્સ

હોળી અને લોંગ વિકેન્ડ માટે હોટેલ્સ ફૂલ, આ શહેરમાં હોટેલ રેટ રૂ.45,000 ને પાર પહોંચ્યા

મુંબઈ: રંગોના ઉત્સવ હોળીની 14મી માર્ચના રોજ દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી (Holi Celevration) કરવામાં આવશે. હોળીની ઉજવણી માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે હોળી શુક્રવારના દિવસે છે, ત્યાર બાદ શનીવાર અને રવીવાર હોવાથી લોકો લોંગ વિકેન્ડનો પ્લાન (Long Weekend) બનાવી રહ્યા છે. જેના કારણે લોકપ્રિય પર્યટન સ્થળોએ હોટેલોમાં બુકિંગ લગભગ ફૂલ થઇ ગયું છે અને હોટેલના રૂમ માટે ઉંચી કિંમત ચુકવવામાં આવી રહી છે.
હોળીના તહેવારને લીધે હાલ રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર વતન તરફ જઈ રહેલા લોકોની ભારે ભીડ ઉમટી રહી છે, તો ઘણા લોકો લોંગ વિકેન્ડ માટે પણ ફરવા જઈ રહ્યા છે. લોકો ઘરથી દુર પર્યટન સ્થળો કે રીસોર્ટ્સમાં હોળી ઉજવવા માટે પ્લાન કરી રહ્યા છે, જેના કારણે પર્યટન સ્થળોને હોટલોમાં બુકિંગ ફૂલ થવા આવ્યું છે. હોટેલન ભાડા પણ આસમાને પહોંચ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં હોટલના વેબ સર્ચમાં નોંધાયો છે.

ઉદયપુરમાં પર્યટકોનો ધસારો:
હોટેલ બુકિંગની એક વેબસાઈટ અનુસાર ઉદયપુરની એક જાણીતી 5 સ્ટાર હોટેલમાં હોળીના દિવસે એટલે કે 14 માર્ચે એક દિવસનું ભાડું 45,000 રૂપિયાથી વધુ છે. વેબસાઈટના આંકડા મુજબ, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હોળી માટે હોટેલ બુકિંગમાં 105%નો વધારો થયો છે.

અન્ય એક વેબસાઈટના હેવાલ મુજબ, આ વર્ષે હોળીના લોંગ વિકેન્ડ દરમિયાન હોટેલ માટે ઓનલાઈન સર્ચમાં 30% નો વધારો થયો છે. મોટાભાગના લોકો વૃંદાવન, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા સ્થળો માટે સર્ચ કરી રહ્યા છે. આ સ્થળો માટે એર ફેરમાં પણ 5-8% નો થોડો વધારો થયો છે.

આ પણ વાંચો…શું તમને ખબર આ વખતે હોળી ક્યારે છે? જાણો શું કહે છે હિંદુ પંચાંગ

પરંપરાગત રીતે હોળીની ઉજવણી:
છેલ્લા કેટલાક વર્ષોથી મહાનગરોમાં રહેતા લોકોમાં પરંપરાગત રીતે હોળી ઉજવવાનું ચલન વધ્યું છે. લોકો જયપુરમાં હોલી એલિફન્ટ ફેસ્ટીવલ, કેરળમાં મંજલ કુલી અને પંજાબમાં હોલા મોહલ્લા જેવા કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે.

હોલા મોહલ્લા એ શીખ યોદ્ધાઓની બહાદુરીનો ઉત્સવ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ડોલયાત્રા (વસંત ઉત્સવ)માં પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button