નેશનલ

શું તમને ખબર આ વખતે હોળી ક્યારે છે? જાણો શું કહે છે હિંદુ પંચાંગ

ભારતને ઉત્સવપ્રધાન દેશ પણ કહેવામાં આવે છે. કોઈ એવો મહિનો નથી જેમાં એકથી બે મોટા તહેવારો ના આવતા હોય! ભારતના લોકોમાં પણ તહેવારોને લઈને અનોરો ઉત્સાહ જોવા મળતો હોય છે. અત્યારે લોકો હોળી અને ધૂળેટીની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ શું તમને ખબર છે આ વખતે હોળી ક્યારે છે? કેટલાક લોકો 14 તારીખે તો કેટલાક લોકો 15 તારીખે હોળી હોવાનું કહીં રહ્યાં છે, પરંતુ સાચી તારીખ કઈ? ચાલો જોણીએ આ અહેવાલમાં…

ભારતના લોકોને ઉત્સવપ્રિય કહેવામાં આવ્યાં છે

હિંદુ ધર્મમાં હોળીના તહેવારને દિવાળી જેટલું જ મહત્વ આપવામાં આવ્યો છે. હિંદુ પંચાગ પ્રમાણે વાત કરવામાં આવે તો હોળીનો તહેવાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષ (વદ)ની પ્રતિપદાએ મનાવવામાં આવશે. તારીખની વાત કરીએ તો હોળીનો તહેવાર 14 માર્ચ 2025ના રોજ ઉજવાશે. હિંદુ પરંપરા પ્રમાણે હોળીના પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. જેથી 13 માર્ચે હોલિકા દહન કરવામાં આવેશે. હોલિકા દહનના મુહૂર્તની વાત કરવામાં આવે તો, રાત્રે 11:24 કલાકથી લઈને 12:29 કલાક સુધીનું રહેશે.

ક્યા સમયે હોળી રમવી શુભ મનાશે?

માન્યતા એવી પણ છે કે, પૂર્ણિમાની તિથિ પૂર્ણ થયા બાદ જ હોળી રમવામાં આવે તો તેનો શુભ માનવામાં આવે છે. જ્યારે ફાલ્ગુન પૂર્ણિમા 13 માર્ચે સવારે 10:35 કલાકે શરૂ થયા છે અને 14 માર્ચે બપોરે 12:23 કલાકે પૂર્ણ થાય છે. જેથી સૂર્યોદય પ્રમાણે હોળી 15 માર્ચે ઉજવાય તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહીં છે.

હોલિકા દહનનું મહત્વું શું છે?

હોલિકા દહનના દિવસે હોળી પ્રગટાવામાં આવતી હોય છે. આ પહેલા હોલિકાની પૂજા કરવામાં આવે છે. માન્યતા એવીં પણ છે કે, આવું કરવાથી લોકોને સંતાનની પ્રાપ્ત થયાં છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. હોલિકા દહનના પર માતા હોલિકાની પૂજા રાતના સમયે કરવામાં આવતી હોય છે. આ દરમિયાન હોલિકાની પરિક્રમા પણ કરવામાં આવી છે. આ દિવસે લાકડાં અને છાણાનો ઢેર કરવામાં આવે છે અને મુહૂર્ત પ્રમાણે સળગાવામાં આવે છે. લોકો હોલિકાની પૂજા કરીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ લે છે.

આ પણ વાંચો…આંધ્રપ્રદેશમાં ત્રીજું બાળક જન્મે તો ભેટ સોગાદોની જાહેરાત કરી આ સાંસદે…

હોળીના તહેવારનું મહત્વું શું છે?

માન્યતા પ્રમામે આ હોળીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે. આ દિવસે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એક બીજાને રંગ લગાવીને તહેવાની ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ હોળીના તહેવારને પ્રેમ અને સૌહાર્દના સાતે સાથે વંસત ઋતુના આગમનનું પ્રતીક પણ માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button