સ્પોર્ટસ

ગાવસકરનું પાંચ વર્ષના બાળકની જેમ ઠેકડા મારીને સેલિબ્રશન, જુઓ મજા પડી જાય એવો વીડિયો…

દુબઈ: ટીમ ઇન્ડિયાએ 12 વર્ષ પછી ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી તેમ જ આ ટાઇટલ ત્રીજી વાર જીતવાનો વિશ્વ વિક્રમ પણ રચ્યો એનું રવિવારે રાત્રે ભારતીય ક્રિકેટરોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું અને ભારતમાં કરોડો લોકોએ આ વિજયની ઉત્સાહભેર ઉજવણી કરી જ હતી એ દુબઈના ઉપરાંત મેદાન પર બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરનું સેલિબ્રેશન જોવા જેવું હતું.

કહેવાય છે ને કે ‘દિલ તો અભી બચ્ચા હૈ…’ ભારતે રોમાંચક વિજય મેળવ્યો એને પગલે ઉત્સાહમાં આવી ગયેલા 75 વર્ષની ઉંમરના ગાવસકરથી રહેવાયું નહીં અને તેઓ પાંચ વર્ષના બાળકની જેમ કૂદી કૂદીને નાચ્યા હતા. તેમની આસપાસ ઊભેલા ઍન્કર અને અન્યો ખૂબ હસ્યા હતા. સનીની એ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.

https://twitter.com/i/status/1898810946564538561

રોહિત સેનાએ ન્યૂ ઝીલેન્ડ સામેની ફાઈનલ એક ઓવર અને ચાર બૉલ બાકી રાખીને જીતી લીધી હતી. 2024માં રોહિતના સુકાનમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર પછી લાગલગાટ બીજા વર્ષે ભારત આઈસીસી ટ્રોફી જીત્યું છે.

આ પણ વાંચો…Champions Trophy: જીત બાદ વિરાટે શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા; Videoએ લોકોના દિલ જીત્યા

રોહિતના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓ વાઇટ બ્લેઝરમાં સજ્જ થઈને મંચ પર ટ્રોફી લેવા ગયા ત્યારે કોમેન્ટર્સની ટીમના મુખ્ય મેમ્બર ગાવસકરથી રહેવાયું નહીં અને તેઓ ખૂબ નાચવા લાગ્યા હતા અને એ રીતે તેમણે પોતાનો અભૂતપૂર્વ આનંદ વ્યક્ત કર્યો હતો.

એ સમયે જાણીતી સ્પોર્ટ્સઍન્કર મયંતી લેંગર ત્યાં જ હતી અને તે સની ગાવસકરને ભરપૂર ઊર્જાપૂર્વક ડાન્સ કરતા જોઈને ખૂબ હસી હતી.

કોમેન્ટરીની પૅનલના જ રોબિન ઉથપ્પાએ ઍ ઘટનાની યાદગાર પળો પોતાના મોબાઈલના કૅમેરામાં કેદ કરી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button