ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ આ ટાપુ દેશે પણ નાગરિકતા રદ કરી

નવી દિલ્હી: BCCIની વિશ્વ પ્રસિદ્ધ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચેરપર્સન રહેતા નાણાકીય ગેરરીતિઓ આચરવાનો આરોપી લલિત મોદી વર્ષોથી ભારત છોડી ભાગી ગયો છે, તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, હવે તેને મોટો ઝટકો લાગ્યો છે. પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વાનુઆતુએ લલિત મોદીની નાગરિકતા રદ (Vanuatu cancel Lalit Modi’s passport) કરી છે.

નોંધનીય છે કે લલિત મોદીએ થોડા દિવસો પહેલા જ લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. હવે, લલિત મોદીની સ્થિતિ ‘ન ઘરનો ન ઘાટનો’ જેવી થઇ છે.

વાનુઆતુના વડા પ્રધાનની જાહેરાત:
વાનુઆતુના વડા પ્રધાન જોનાથ નાપતે (Jotham Napat) કહ્યું, “મેં નાગરિકતા આયોગને લલિત મોદીના વાનુઆતુ પાસપોર્ટને તાત્કાલિક રદ કરવા માટે કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.”

નાપતે એક નિવેદનમાં જણાવ્યું હતું. મને છેલ્લા 24 કલાકમાં જાણવા મળ્યું છે કે ઇન્ટરપોલે ભારતીય અધિકારીઓની લલિત મોદી સામે એલર્ટ નોટિસ જાહેર કરવાની વિનંતીને બે વાર નકારી કાઢી છે, કારણ કે તેમની પાસે પૂરતા ન્યાયિક પુરાવા નહોતા. આવી કોઈપણ પ્રકારની નોટિસથી લલિત મોદીની નાગરિકતા આપમેળે રદ થઇ જાય છે.

તેમણે સ્પષ્ટતા કરી કે વાનુઆતુનો પાસપોર્ટ એક પ્રિવલેજ છે, અધિકાર નથી, અને અરજદારોએ નાગરિકતા માટે કાયદેસર કારણો આપવા પડશે.

આ ભારતીય અધિકારીએ ભજવી મહત્વની ભૂમિકા:
એહેવાલ મુજબ વાનુઆતના વડા પ્રધાન જોથમ નાપતે (Jotham Napat) દેશના નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલો પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. વાનુઆતુના એક અખબારે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી છે.

અખબારના રિપોર્ટ અનુસાર, ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે કેટલાક અન્ય ટાપુ દેશો સાથે મળીને લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ રદ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવા અંગે અખબારે વધુ માહિતી શેર કરી નથી. અખબારના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખવામાં આવ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીની માહિતી આવતીકાલના અખબારમાં આપવામાં આવશે.’

અહેવાલ મુજબ એવો દાવો કરવામાં આવ્યો હતો કે વાનુઆતુ સરકારને પાછળથી ખબર પડી કે લલિત મોદી એક ભાગેડુ આરોપી છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…કેનેડાને મળશે નવા વડાપ્રધાન, લેબર પાર્ટીએ કરી જસ્ટિન ટ્રુડોના ઉત્તરાધિકારીની જાહેરાત…

ભારતીય અધિકારીઓને પ્રયાસ:
લલિત મોદીએ ભારતીય તાપસ એજન્સીઓના ચુંગાલમાંથી બચવા માટે યોજના બનાવી હતી. તેમને એવું હતું કે બીજા દેશની નાગરિકતા મેળવ્યા પછી, તેનું પ્રત્યાર્પણ ખૂબ મુશ્કેલ બની જશે. પરંતુ ભારતના અધિકારીઓ લલિત મોદીને ભારતમાં લાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે.

લલિત મોદીએ 7 માર્ચે પોતાનો ભારતીય પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરી હતી અને બાદમાં વિદેશ મંત્રાલયે પણ તેની પુષ્ટિ કરી હતી. લલિત મોદીએ 2010 માં ભારત છોડી દીધું હતું અને ઇંગ્લેન્ડના લંડનમાં રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button