Champions Trophy 2025ટોપ ન્યૂઝ

Champion Trophy Victory: દેશભરમાં દિવાળી જેવો માહોલ; મધ્યપ્રદેશના મહુમાં અથડામણ બાદ તંગદીલી…

નવી દિલ્હી: ગઈ કાલે રવિવારે દુબઈમાં રમાયેલી ICC Champion Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 12 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન (Indian Cricket Team) બની. ન્યુઝીલેન્ડની ટીમે આપેલો 252 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો, ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 76 રનની શાનદાર ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યા બાદથી દેશભરમાં ઉજવણી શરુ થઇ ગઈ હતી. દેશભરમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

Also read : આ કોઈ પક્ષી જોયું કે શું! પાંખ ફફડાવતી સ્ટાઇલમાં ફિલિપ્સે ઝડપ્યો ગિલનો અદ્ભુત કૅચ

મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, લખનઉ, અમદાવાદ જેવા મહાનગરો સહીત દેશના ખૂણે ખૂણે વસતા ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઘણા શહેરોમાં ક્રિકેટ ચાહકો રસ્તાઓએ પર ઉતરી આવ્યા હતાં અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે રેલી કાઢી હતી. આ દમિયાન લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવતા પણ જોવા મળ્યા હતાં.

દિલ્હીના કનોટ પ્લેસ અને મુંબઈના મરીન ડ્રાઇવ પર પણ ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી. લોકોએ ઢોલ વગાડી અને ડાંસ કરીને ઉજવણી કરી હતી. પંજાબના જાલંધરમાં, એક ક્રિકેટ ચાહક દુકાનદારે જીત પછી મફત પિઝા આપવાની ઓફર શરૂ કરી હતી.

મધ્ય પ્રદેશના મહુમાં તંગદીલી:
ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણી દરમિયાન મધ્યપ્રદેશના મહુમાં અથડામણ (Mhow Madhya Pradesh) થઇ હતી. શહેરની જામા મસ્જિદ વિજય રેલી કાઢી રેહલા ક્રિકેટ ચાહકો પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અથડામણ શરુ થઇ હતી. કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, અને બે વાહનો અને બે દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

અથડામણ બાદ, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ઇન્દોર ગ્રામીણ અને ઇન્દોર શહેરથી પોલીસ ફોર્સને વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. મહુમાં આર્મીના જવાનો પણ હાજર છે. હાલ વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે.

Also read : ટીમના ડૉક્ટરનું નિધન થતાં ફૂટબૉલ મૅચ આરંભની 15 મિનિટ પહેલાં મોકૂફ રખાઈ!

ભારતે ત્રીજી વાર ટાઈટલ જીત્યું:
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ચાર વિકેટથી રોમાંચક જીત મેળવીને રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીત્યું. 2002 માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનું સંયુક્ત વિજેતા રહ્યું હતું અને 2013 માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનહ્સીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ફરી ટાઇટલ જીત્યું. હવે વર્ષ 2025 માં રોહિત શર્માની આહેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ ત્રીજી વાર ટ્રોફી જીતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button