Champions Trophy 2025

ભારતીય ટીમ સતત 15 મો ટોસ હારી, રોહિત શર્માએ લારાની કરી બરાબરી…

દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ફાઇનલ મુકાબલો ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. આ મેચમાં પણ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હાર્યો હતો. ભારતીય ટીમ સતત 15મી વખત ટોસ હારી હતી. આ સાથે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્મા કેપ્ટન તરીકે સતત 12મી વખત ટોસ હાર્યો હતો. તેણે લારાની બરાબરી કરી હતી.

Also read : નૉકઆઉટમાં ભારત ચડિયાતું, પણ ફાઇનલની વાત આવે ત્યારે…

રોહિત શર્મા નવેમ્બર 2023થી લઈને અત્યાર સુધીમાં સતત 12 વખત ટોસ હારી ચુક્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો બ્રાયન લારા કેપ્ટન તરીકે ઓક્ટોબર 1998 થી મે 1999 સુધી 12 ટોસ હાર્યો હતો.

વન ડે માં હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વન ડે મુકાબલા પર નજર કરીએ તો વધારે અંતર નથી. ભારતનું પલડું ભારે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 119 વન ડે મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 61 મેચ જીતી છે. ન્યૂ ઝીલેન્ડે 50 મેચ જીતી છે. જ્યારે 7 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી અને એક મેચ ટાઈ પડી હતી.

Also read : Captain Rohit Sharmaને રિટાયરમેન્ટ બાદ મળશે આટલું પેન્શન…

ફાઈનલ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી

ન્યૂ ઝીલેન્ડઃ મિચલ સૅન્ટનર (કેપ્ટન), વિલ યંગ, કેન વિલિયમસન, રચિન રવીન્દ્ર, ટૉમ લેથમ (વિકેટકીપર), માઇકલ બ્રેસવેલ, ડેરિલ મિચલ, કાઇલ જૅમિસન, વિલ ઑરુરકે, ગ્લેન ફિલિપ્સ,નૅથન સ્મિથ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button