મનોરંજન

આ સિંગર સાથે ભાઈજાનની દુશ્મની ખતમ થઈ, આટલા વર્ષે આવ્યો અંત

મુંબઈઃ સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી ફિલ્મ ટાઈગર-થ્રીને લઈ લાઈમલાઈટમાં છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ટ્રેલર પણ દર્શકોને ખૂબ પસંદ પડ્યું હતું. ગુરુવારે સલમાન ખાને ટાઈગર-થ્રીના પહેલા ગીતને લઈને ચાહકોને ખુશ કરી નાખ્યા હતા, પરંતુ સૌથી મોટી વાત એ છે કે વર્ષો પછીનો વિવાદનો અંત આવી ગયો છે.

ચલો જણાવી લઈએ સલમાન ખાન અને અરિજિત સિંહની લડાઈ વાત નવી નથી. વર્ષો પહેલા જે ગીતને લઈ વિવાદનું નિર્માણ થયું હતું. એનો એન્ડ આવી ગયો છે. તમને બતાવી દઈએ કે અરિજિત સલમાન ખાનની ફિલ્મ ટાઈગર થ્રીમાં ગીત ગાશે. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે, જેમાં ટાઈગર થ્રીનું ગીત ટૂંક સમયમાં રજૂ થશે, જ્યારે કેટરિનાના સ્વૈગ અંદાજમાં જોવા મળશે.

આ ફિલ્મના ગીતમાં સલમાન ખાન બ્લેક આઉટફિટની સાથે કેટરિના વ્હાઈટ એન્ડ રેડ ડ્રેસમાં હોટ લાગે છે. આ ફિલ્મમાં અરિજિત અને સલમાન ખાન વચ્ચેના વિવાદનો અંત આવી ગયો છે. પોસ્ટમાં કેપ્શનમાં સલમાને લક્યું છે. જોઈ લો પહેલી ગીતની ઝલક. લેકે પ્રભુ કા નામ. આ ગીત 23મી ઓક્ટોબરે આવશે.

ટાઈગર થ્રી આ દિવાળીમાં 12મી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. નવ વર્ષ પછી અરિજીત સિંહ, સલમાન ખાનની ફિલ્મમાં ગીત ગાશે. 2014માં સલમાન ખાને તેની ફિલ્મમાં અરિજીત સિંહને બ્લેક લિસ્ટ કર્યો હતો. એવોર્ડ શો વખતે સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો હતો અને અરિજીત સિંહ એક એવોર્ડ જીત્યો હતો. સેરેમની વખતે સ્ટેજ પર બંને સ્ટાર વચ્ચે મજાક કરવામાં આવી હતી, જે વિવાદમાં પરિણમી હતી અને એનો અંત નવ વર્ષે આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button