ઇન્ટરનેશનલ

South Korea ના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ જેલમાંથી મુક્ત, જાણો સમગ્ર મામલો…

નવી દિલ્હી : દક્ષિણ કોરિયાના(South Korea)રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને આખરે શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. શુક્રવારે, દક્ષિણ કોરિયાની એક કોર્ટે તેમની મુક્તિની અરજી સ્વીકારી અને રાષ્ટ્રપતિને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

Also read : Us Tariff War વચ્ચે ચીને લંબાવ્યો ભારત તરફ હાથ, કહી આ વાત

યેઓલે માથું નમાવીને પોતાના સમર્થકોનું સ્વાગત કર્યું.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલને શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી, યેઓલે માથું નમાવીને પોતાના સમર્થકોનું સ્વાગત કર્યું. એક દિવસ પહેલા, દેશની એક કોર્ટે રાષ્ટ્રપતિ યેઓલની ધરપકડ રદ કરી હતી અને તેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

જાન્યુઆરીમાં યુનની ધરપકડ કરવામાં આવી હતી

આ કોર્ટના નિર્ણયથી યૂનને તેના પરના આરોપો માટે ટ્રાયલનો સામનો કરવાની મંજૂરી મળી. ગયા વર્ષના અંતમાં ‘માર્શલ લો’ લાદવા બદલ જાન્યુઆરીમાં યુનની ધરપકડ કરવામાં આવી હતી અને મહાભિયોગ ચલાવવામાં આવ્યો
હતો.

Also read : ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાન છે બીજા નંબરે તો પહેલા ક્રમે ક્યો દેશ છે?

કોર્ટ ટૂંક સમયમાં મહાભિયોગ પર સંપૂર્ણ ચુકાદો આપશે

બંધારણીય અદાલતમાં તેમના મહાભિયોગની સુનાવણી ફેબ્રુઆરીના અંતમાં પૂર્ણ થઈ હતી અને કોર્ટ ટૂંક સમયમાં નિર્ણય લેશે કે તેમને પદ પરથી દૂર કરવા કે પુનઃસ્થાપિત કરવા. સિઓલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જણાવ્યું હતું કે તેણે યુનની જેલમાંથી મુક્ત થવાની વિનંતી મંજૂર કરી છે કારણ કે જાન્યુઆરીના અંતમાં તેમના પર આરોપ મૂકતા પહેલા ઔપચારિક ધરપકડનો કાનૂની સમયગાળો સમાપ્ત થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button