સ્પોર્ટસ

ભગવાન રામના પુત્ર લવના નામ પરથી પડ્યું લાહોરનું નામ અને કુશના નામ પરથી…

લાહોરઃ બીસીસીઆઇના ઉપ-પ્રમુખ તેમ જ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં ભારતના પ્રતિનિધિત્વ માટે નિયુક્ત થયેલા કૉન્ગે્રસના નેતા રાજીવ શુક્લાએ તાજેતરમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના શહેર લાહોરની મુલાકાત લીધી એ દરમ્યાન તેઓ લાહોર ફોર્ટમાં ભગવાન રામના પુત્ર લવની પ્રાચીન સમાધિ પર ગયા હતા અને ત્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી તેમ જ ફૂલ-હાર અર્પણ કર્યા હતા.

Also read : ગુડ ન્યૂઝ! ભારતે પાકિસ્તાન સામેના વિજયવાળી જ પિચ પર હવે ન્યૂ ઝીલૅન્ડ સામે રમવાનું છે?

શુક્લાએ એ મુલાકાત સમયની તસવીર એક્સ’ પર પોસ્ટ કરી હતી. તેમણે આ પ્રવાસને લગતી માહિતી શૅર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે લાહોર શહેરનું નામ ભગવાન રામના પુત્ર લવના નામ પરથી પડ્યું હતું અને એની વિગતો લાહોર શહેરની મહાનગર પાલિકાના રેકૉર્ડમાં પણ છે. શુક્લાએ એવું પણ જણાવ્યું છે કે ભગવાન રામના બીજા પુત્ર કુશના નામ પરથી બીજું એક શહેર વસ્યું હતું અને એને કસૂર શહેરનું નામ આપવામાં આવ્યું હતું.

શુક્લાના મતે ખુદ પાકિસ્તાનની સરકાર પણ માને છે કે બન્ને શહેરના નામ ભગવાન રામના પુત્રોના નામ પરથી પડ્યા હતા. શુક્લાએએક્સ’ પર લખ્યું છે કે તેમને લાહોર જઈને ત્યાં લવની સમાધિ પર પ્રાર્થના કરવાનો અવસર મળ્યો હતો.

Also read : શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું

દરમ્યાન પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી લવની સમાધિનો જીર્ણોધ્ધાર કરાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button