આ શું કર્યું કપૂર ખાનદાનની લાડકવાયીએ કે થઈ ગઈ વાઈરલ… તમે જ જોઈ લો…

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor)ની ગણતરી ઈન્ડસ્ટ્રીની ફેશન ડીવા તરીકે કરવામાં આવે છે. જ્યારે પણ સોનમ કપૂર રેડ કાર્પેટ પર પગ મૂકે છે ત્યારે તે કંઈક નવું કરે છે. ફેન્સ પણ તેની એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર હોય છે. સોનમના આઉટફિટ એટલા યુનિક હોય છે કે નહીં પૂછો વાત. પોતાના યુનિક આઉટફિટથી ચાહકોના દિલ જીતી લેનારી સોનમે ફરી એક વખત કંઈક એવું કર્યું હતું કે સોનમ છવાઈ ગઈ હતી. આવો જોઈએ એવું તે શું કર્યું સોનમ કપૂરે-
Also read : રેમ્પ વૉક કરતા સમયે સોનમ રડી પડી, પણ ઈન્ટનેટ યુઝર્સને તો..
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ફોટો અને વીડિયોમાં જોવા મળે છે કે સોનમ કપૂર એક ઈવેન્ટમાં સુંદર વ્હાઈટ ગાઉન પહેરીને પહોંચી હતી. આ ગાઉનમાં સોનમ એકદમ પરી જેવી લાગી રહી હતી પણ જે વાતે લાઈમ લાઈટ લૂંટી હતી એ હતો સોનમે પહેરેલો નેકલેસ. જો તમે વિચારી રહ્યા હોવ કે સોનમ કપૂરે મોંઘો ડેટ નેકલેસ પહેર્યો હશે તો ન ભાઈસાબ આ તો સોનમે જે સ્ટાઇલમાં નેકલેસ પહેર્યો હતો એ એકદમ યુનિક હતી. સામાન્ય પણે મહિલાઓ ગળામાં આગળની બાજુએ નેકલેસ પહેરે છે, પણ સોનમ કપૂરે ગળામાં પાછળની તરફ નેકલેસ પહેર્યો હતો. બસ સોનમ કપૂરનો આ અંદાજ ફેન્સને ગમી ગયો અને તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.
સોનમે આ ઇવેન્ટ માટે સ્ટ્રેપી સ્લીવ્ઝવાળો વ્હાઈટ ગાઉન પહેર્યો હતો જેને અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો. એક્ટ્રેસનો આ ગાઉન હેન્ડ પેઇન્ટ હતો જેના પણ ફ્લોરલ પ્રિન્ટ જોવા મળી હતી. આ ગાઉનમાં સોનમ કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું હાર્ટ શેપના બ્રેલેટે. જેને ગાઉનના ઉપરના ભાગમાં અટેચ કરવામાં આવ્યું હતું.
Also read : શું બીમારીથી પીડાઇ રહ્યો છે સોનમ કપૂરનો પતિ? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
સોનમ કપૂરે આ આઉટફિટ સાથે ડાયમંડ રિંગ, પર્લ ચોકર, સ્ટડ ઈયરરિંગ્સ સાથે એક નેકપીસ બેકમાં પણ કેરી કર્યો હતો, જે તેના લુકને એકદમ યુનિક બનાવી રહ્યો હતો. આ ચેનવાળા નેકપીસમાં ડાયમંડનું પેન્ડન્ટ અટેચ હતું, જેની સાથે પર્લનું ટસલ પણ અટેચ કરવામાં આવ્યું હતું. સ્લિક બન હેરસ્ટાઇલ અને પરફેક્ટ મેકઅપથી સોનમે પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો હતો. તમે પણ એક્ટ્રેસનો આ યુનિક લુક ન જોયો હોય તો અહીંયા જ જોઈ લો…