આપણું ગુજરાત

ગુજરાતમાં માર્ચ મહિનો કપરો રહેશે: પાંચ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીમો આરંભ થઈ ગયો છે, ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બનવાનો છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું, તેમ જ ગુજરાતમાં હિટવેવની પણ ચેતવણી આપવામાં આવી હતી.

હવામાન વિભાગે પણ આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરી હતી, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ કચ્છ અને રાજકોટમાં હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ તેમજ ભેજયુક્ત રહેવાની શક્યતા છે. બે દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રોજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે. આ વિસ્તારમાં 12 માર્ચ સુધી હિટવેવની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Gujarat માં ફરી ઠંડીનો ચમકારો, 24 કલાક બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો

પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, તે ઉપરાંત હિટવેવ વોર્નિંગની વાત કરીએ તો આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ છે. આ સિવાય અમરેલી અને ભાવનગરમાં પણ હિટવેવની અસર જોવા મળશે. શનિ-રવિવારથી જ અમદાવાદનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી વધુ રહી શકે છે.

એન્ટિસાઇકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવાર (7 માર્ચ)થી ફરી પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમ થઈ છે. જેના કારણે ઠંડા પવનનું જોર ઘટ્યું છે. એન્ટિસાઇકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button