આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર; આ તારીખે લેવાશે PSI લેખિત પરીક્ષા

અમદાવાદ: તાજેતરમાં ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની જગ્યાઓ માટે લેવામાં આવેલી શારીરિક કસોટીને પાસ કરનારા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પ્રાથમિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે.

પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર; આ તારીખે લેવાશે PSI લેખિત પરીક્ષા

ક્યારે યોજાશે પરીક્ષા?

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.13/04/2025 (રવિવાર) નારોજ યોજાનાર છે. જેમાં પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે.

જાન્યુઆરીમાં શરૂ થઈ હતી શારીરિક કસોટી

ગુજરાત પોલીસની લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની 12,472 જગ્યા પરની ભરતી માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માટે રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટી આપવાના હતા. આ કસોટી 1 માર્ચનાં રોજ પૂર્ણ થઈ હતી. પોલીસની શારીરિક કસોટી માટેની પરીક્ષા માટે પુરુષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર; બીજા ફેઝમાં થશે 14283 જગ્યાઓ પર ભરતી

GPSC દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર

આજે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવનારી વધુ એક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આયોગનાં ચેરમેન હસમુખ પટેલે આ અંગે પોસ્ટ કરીને માહિતી આપી હતી. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 13મી એપ્રિલની જગ્યાએ 17મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. 13મી એપ્રિલે પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હોવાનાં કારણે આ ફેરફાર કરાયો હતો.

આ પણ વાંચો: અગ્નિવીરોને UP અને MP સરકાર આપશે પોલીસ ભરતીમાં અનામતનો લાભ

GPSC દ્વારા 240 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની કુલ 240 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે માટેની ઓનલાઈન અરજી તારીખ 7 માર્ચથી 23 માર્ચ સુધીમાં કરવાની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button