આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૨૦-૧૦-૨૦૨૩, સરસ્વતી આવાહન
) ભારતીય દિનાંક ૨૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૬
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૬
) પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૪થો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) નક્ષત્ર મૂળ રાત્રે ક. ૨૦-૪૦ સુધી, પછી પૂર્વાષાઢા.
) ચંદ્ર ધનુમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૦ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
) ભરતી : બપોરે ક. ૧૪-૪૩ મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૩ (તા. ૨૧)
) ઓટ: સવારે ક. ૦૮-૫૦, રાત્રે ક. ૨૦-૪૬
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – ષષ્ઠી. સરસ્વતી આવાહન રાત્રે ક. ૨૦-૪૦ સુધી, તપષષ્ઠી (ઓરિસ્સા). સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, કેતુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ, મિલકત લેવડદેવડ, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા.શ્રી સૂર્યનારાયણ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
) નવરાત્રિ મહિમા: દેવીનાં કાત્યાયિની સ્વરૂપનાં પૂજન આજ રોજ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં જગન્નમાતાના રૂપમાં શક્તિની સ્તુતિ, ધ્યાન અનેક રૂપે કરવામાં આવે છે. તેના અનેક પ્રકારમાં ગુજરાતમાં ગવાતા ગરબા અત્યંત મહિમાવંત છે.ઉપરાંત “યા દેવી સર્વભૂષેતુ, માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥’ આ સ્તુતિનું શક્તિ ઉપાસકોમાં સતત રટણ થતું રહે છે. નવરાત્રિ પર્વમાં માતૃરૂપે શક્તિની પૂજાનું આયોજન, સાધકો દ્વારા જાહેરમાં તથા વ્યક્તિગત રૂપે પણ થતું હોય છે. ઉપાસનાના માધ્યમથી દૈવીશક્તિ રૂપે શક્તિના સંચયનનું અનુષ્ઠાન છે.દેવી મંદિરમાં નિત્ય દૈનિક દર્શનનો મહિમા છે.
) આચમન: સૂર્ય-બુધ યુતિ મહેનતુ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રમાણિક.
) ખગોળ જ્યોતિષ: સૂર્ય-બુધ યુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૨૧), ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૨૧)
) ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.