Jab we met again: કરીના કપૂર અને શાહીદ કપૂર બ્રેક અપ બાદ ફરી મળ્યા અને…

બોલીવૂડમાં બ્રેક અપ ભલે સામાન્ય લાગતા હોય, પણ માણસ માત્રમાં ભાવનાઓ એકસરખી હોય છે. એક સમયે જેના ગાઢ પ્રેમમાં હોઈએ અને જેની સાથે જિંદગી વિતાવવાના સપના જોયા હોય અને પછી છૂટ્ટા પડી જઈએ અને પાછા મળીએ ત્યારે અલગ જ ફિલિંગ્સ હોય.
Also read : કૉમેડીમાં એક્કો ગોવિંદા જાહેરમાં કોની માટે આટલો રડી રહ્યો છે?

બોલીવૂડના બે સેલિબ્રેટેડ સ્ટાર્સ કરીના કપૂર અને શાહીદ કપૂર એક સમયે રિલેશનશિપમાં હતા અને તેમના પરણવાની લગભગ તૈયારીઓ થઈ ચૂકી હતી. તેમની સુપરહીટ ફિલ્માં જબ વી મેટ બાદ તેમના સંબંધો જગજાહેર થયા હતા, પરંતુ અમુક મામલે બ્રેક અપ થયું અને બન્ને છૂટા પડી ગયા. કરીનાએ ભારે હોબાળા વચ્ચે પોતાનાથી ઉંમરમાં દસ વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને શાહીદે પોતાનાથી 14 વર્ષ નાની મીરા રાજપૂત સાથે અરેન્જ્ડ મેરેજ કર્યા. બન્ને પોતાપોતાના સંસારમાં ઠરીઠામ થયા અને બે સંતાનના માતા-પિતા પણ છે.
જોકે બ્રેક અપ પછી બન્નેએ જાહેરમાં બફાટ કર્યો હતો ને ક્યારેય સાથે દેખાયા ન હતા. ત્યારે હવ આટલા વર્ષો પછી IIFA Awardsમાં બન્ને સાથે તો દેખાયા પણ બન્નેએ એકબીજાને હગ આપી સરપ્રાઈઝ આપી હતી.
Also read : પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ જિત્યો હતો આ જાણીતી બી-ટાઉન એક્ટ્રેસે…
બન્ને એક બીજાને હસ્તા હસતા મળ્યા તો ખરા, પણ તેમણે એકબીજાને હગ કર્યા પોઝ પણ આપ્યા. કરીના કપૂર અને શાહીદે ફીદા, ચુપકે ચુપકે અને જબ વી મેટ ફિલ્મો સાથે કરી છે. જબ વી મેટમાં ગીત અને આદિત્યના તેમના કેરેક્ટર આજે પણ ફેન્સ યાદ કરે છે. બન્નેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘમો વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તેમને જોઈ ખુશ થઈ રહ્યા છે.