
અમદાવાદઃ કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ થશે અમુક આંશિક રિશિડ્યુઅલ કરવામાં આવ્યા છે.
Also read : મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી
આ ટ્રેનો રદ થઈ છે
- 17, 19, 24, 26 એપ્રિલ તથા 1 મે 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ
- 19,21, 26, 28 એપ્રિલ તથા 3 મે 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ
- 25 એપ્રિલ 2025 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ
- 28 એપ્રિલ 2025 ના રોજ ભાગલપુરથી ચાલનારી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ
- 24 એપ્રિલ અને 01 મે 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ
- 27 એપ્રિલ અને 04 મે 2025 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ
આંશિક રીતે રદ ટ્રેનોની યાદી
- 12 એપ્રિલથી 3 મે 2025 સુધી (સોમવાર સિવાય) અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વારાણસી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વારાણસી-ગોરખપુર વચ્ચે આંશિક રદ રહેશે.
- 13 એપ્રિલથી 4 મે 2025 સુધી (મંગળવાર સિવાય) ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાણસીથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગોરખપુર-વારાણસી વચ્ચે આંશિક રદ રહેશે.
પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો
- 11 એપ્રિલ 2025 ની ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયાહવા-મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-વારાણસી-ઔડિહાર-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે.
- 14 એપ્રિલ 2025 ની ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મુઝફ્ફરપુર-પનિયાહવા-ગોરખપુર-ગોંડા-બારાબંકીને બદલે પરિવર્તિત માર્ગ વાયા મુઝફ્ફરપુર-છપરા-ઔડિહાર-વારાણસી-શાહગંજ-અયોધ્યા કેન્ટ-બારાબંકીના રસ્તે ચાલશે.
- 10,11,24 એપ્રિલ અને 01 મે 2025 ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયાહવા-મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-શાહગંજ-મઊ-ફેફના-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે.