Women’s Day Special: 69 બાળકોની માતા બનનારી આ મહિલાને મળો…

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત કરીએ એક એવી મહિલાની કે જેણે 69 બાળકોને જન્મ આપ્યો અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધવામાં આવ્યું હતું. પહેલી વખતમાં સાંભળવામાં તો આ વાત પર વિશ્વાસ ના થાય પણ આ હકીકત છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી…
માતૃત્વ એ કોઈ પણ સ્ત્રી માટે એક અનોખો અનુભવ હોય છે અને દરેક મહિલા માતૃત્વ ધારણ કરીને પૂર્ણત્વને પામે છે. આ અહેસાસ હોય જ છે એટલો સુંદર. પરંતુ આજે અમે અહીં તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના નામે સૌથી વધુ બાળકો પેદા કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે. જી હા, આ મહિલા એક-બે નહીં પણ 27 વખત પ્રેગ્નેન્ટ થઈ હતી અને તેણે 69 બાળકોને જન્મ આપ્યો હતો, જેમાંથી 27 બાળકો જીવંત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ આ મહિલાનું નામ હતું વેલેન્ટિના. વેલેન્ટિનાના પતિનું નામ ફિઓડર વેસિલયેવ હતું. આ એક રશિયન કપલ હતું. વેલેન્ટિના 1725થી લઈને 1765 સુધી 27 વખત ગર્ભવતી થઈ હતી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના જણાવ્યા અનુસાર સૌથી વધુ બાળકો પેદા કરવાનો રેકોર્ડ વેલેન્ટિના નામે છે.
આપણ વાંચો: આ ટીવી એક્ટ્રેસ આપશે જુડવા બાળકોને જન્મ, આવું હતું પતિનું રિએક્શન…
વેલેન્ટિનાએ 27 પ્રસુતિમાં 16 વખત જુડવા અને 7 વખત ટ્રિપ્લેટ્સ અને ચાર વખત ક્વાડ્રુપ્લેટ્સ (એક વખત ચાર બાળકોને) જન્મ આપ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે 69 બાળકોના પિતા એકદા ફિઓડર નહોતો. ફિઓડરને બીજી પત્નીથી 18 બાળકો પણ હતા. આમ જોવા જાવ તો ફિઓડર ખુદ 87 બાળકોનો પિતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વેલેન્ટિનાનો જન્મ રશિયાની શૂયા નામની જગ્યા પર થયો હતો અને તેમનો જન્મ 1707માં થયો હતો. 1782માં તેનું મૃત્યુ થયું હતું.
આજે મહિલા દિવસે વેલેન્ટિનાની સ્ટોરી વાંચીને ચોંકી ઉઠ્યા ને? આવી જ વધુ રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…