ઇન્ટરનેશનલ

અમેરિકા બાદ પાકિસ્તાન કરશે દેશનિકાલની કાર્યવાહી; 31 માર્ચનું અલ્ટીમેટમ…

ઇસ્લામાબાદ: તાજેતરમાં અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકો સામે કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં છે. અમેરિકા દ્વારા જે સ્થિતિમાં લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા તેનાથી વિવાદ ચાલી રહ્યો છે. જો કે આ સ્થિતિની વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાને પણ દેશમાં વસતા શરણાર્થીઓને દેશની બહાર કરવા જઈ રહ્યો છે. પાકિસ્તાનનાં ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે તમામ અફઘાન નાગરિકતા કાર્ડ ધરાવતા અને ગેરકાયદે રહેતા લોકોએ 31 માર્ચ, 2025 સુધીમાં દેશ છોડવો પડશે.

Also read : ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાન છે બીજા નંબરે તો પહેલા ક્રમે ક્યો દેશ છે?

31 માર્ચ સુધી દેશ છોડવા આદેશ
પાકિસ્તાનનાં ગૃહ મંત્રાલયનાં નિવેદન અનુસાર, 31 માર્ચ સુધીમાં શરણાર્થીઓ અને ગેરકાયદે વસતા લોકોને દેશ છોડી દેવા હુકમ કરવામાં આવ્યો છે. જે લોકો આ સમયમર્યાદાની અંદર સ્વેચ્છાએ પરત નહીં ફરે તેમને 1 એપ્રિલ, 2025થી બળજબરીથી દેશનિકાલ કરવામાં આવશે. જો કે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે ખાતરી આપી છે કે દેશનિકાલની કાર્યવાહી ગૌરવપૂર્ણ સાથે કરવામાં આવશે અને કોઈની સાથે દુર્વ્યવહાર કરવામાં આવશે નહીં. સરકારે એમ પણ કહ્યું છે કે ઇમિગ્રન્ટ્સ માટે ભોજન અને તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

અફઘાન શરણાર્થીઓને થશે અસર
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના આંકડાઓ અનુસાર, પાકિસ્તાનમાં 8 લાખથી વધુ અફઘાન નાગરિકતા કાર્ડ (એસીસી) ધરાવતા લોકો છે. પાકિસ્તાનમાં 13 લાખથી વધુ નોંધાયેલા અફઘાન શરણાર્થીઓ છે જેમની પાસે રહેઠાણનાં પુરાવાનું કાર્ડ છે. જોકે, પાકિસ્તાન સરકારના નિવેદનમાં એ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આ આદેશ POR કાર્ડ ધારકો પર લાગુ થશે કે નહીં. અત્યાર સુધીમાં 8 લાખથી વધુ અફઘાન નાગરિકો પાકિસ્તાનથી સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. છેલ્લા ચાર દાયકામાં, પાકિસ્તાને આશરે 2.8 કરોડ અફઘાન શરણાર્થીઓને આશરો આપ્યો છે.

Also read : હવે પાકિસ્તાનીઓ અને અફઘાન લોકો અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે! ટ્રમ્પ કરી શકે છે જાહેરાત

TTP સૌથી વિકસતું આતંકી જુથ
આ અઠવાડિયે જાહેર કરાયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ મુજબ, આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં પાકિસ્તાન બીજા ક્રમે છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા TTP 2024માં સૌથી ઝડપથી વિકસતા આતંકવાદી જૂથ તરીકે ઉભરી આવ્યું હતું. અને આ જુથનાં કારણે વર્ષ 2023માં થયેલા મૃત્યુની સંખ્યા કરતાં લગભગ બમણી છે. જો કે પાકિસ્તાન અફઘાન તાલિબાન પર TTP આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મુકતું રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button