ટોપ ન્યૂઝનવસારી

મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી

નવસારીઃ પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. મહિલા દિવસના અવસરે તેમણે નવસારીમાં સંમેલનને સંબોધન કર્યું હતું. આ પહેલા તેઓ રોડ શો કરીને પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું. મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યા છે. હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું, મારી જિંદગીના અકાઉંટમાં કરોડ માતા-બહેનો-દિકરીઓના આશીર્વાદ છે, આ આશીર્વાદ સતત વધી રહ્યા છે.

આપણે અહીં શાસ્ત્રોમાં નારીને નારાયણી કહ્યું છે. નારીનું સન્માન એ દેશના વિકાસનું પહેલું પગથીયું છે. અહીં મહિલાઓ શૌચાલયને શૌયાલય નથી કહેતી. એમ કહે છે કે આતો મોદીએ ઇજ્જત ઘર બનાવ્યું છે. અમારી સરકારે મહિલાઓને સન્માન આપ્યું છે. તમારી વાતો, આત્મવિશ્વાસ એ બતાવે છે કે, ભારતની નારીશક્તિએ દેશની જવાબદારી સંભાળી લીધી છે.

પીએમ મોદીના સંબોધનના અંશો

2021 બાદ 78 મહિલાઓ સંસદ તરીકે ચૂંટાઈ
જિલ્લા ન્યાયાલયમાં મહિલાઓની સંખ્યા 45%
જમ્મુ કાશ્મીરમાં મહિલાઓને તમામ હક મળ્યા
માતા બહેનો મારી સુરક્ષા કવચ
અનેક યોજનાઓથી બહેનોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા
મારી જિંદગીના એકાઉન્ટમાં બહેનોના આશીર્વાદ
ગુજરાતી મહિલાએ લિજ્જત પાપડની શરૂઆત કરી હતી
અમારી સરકારે મુસ્લિમ બહેનોનું જીવન બચાવ્યું
મહિલાઓને તેમના અધિકારો આપ્યા
દુનિયામાં સૌથી મોટી સંખ્યા મહિલા પાયલોટની ભારતમાં છે
સ્પેસ સાયન્સમાં મહિલાઓની ભૂમિકા સુરક્ષા કર્મચારીઓ સાથે પોલીસ અને નેવી બીએસએફમાં મહિલાઓ
ગુજરાતમાં સહકાર મોડલ મહિલાઓને કારણે સફળ રહ્યું છે
અમૂલની ચર્ચા આજે વિશ્વ માં દેશોમાં થઈ રહી છે
નવસારીના આયોજનની જવાબદારી મહિલાઓએ લીડ કરી
ડેરીમાંથી આવતા દૂધના રૂપિયા સીધા બહેનોના ખાતામાં જમા થાય છે
નવસારી જીલ્લો જળ સંરક્ષણમાં સૌથી આગળ છે
ત્રણ તલાક સામે કડક કાયદો બનાવ્યો અને મુસ્લિમ મહિલાઓની જિંદગી બચાવી
કાશ્મીરમાં 370 દૂર કરતાં જ મહિલાઓને અનેક અધિકાર મળ્યા
બંધારણનું સન્માન કેવી રીતે કરાય તે 370 હટાવીને અમે સાબિત કર્યું
નારી વંદન બિલ પર અમારી સરકારે મહોર લગાવી

આ પણ વાંચો…વિશ્વ મહિલા દિવસઃ 39 ટકા જેન્ડર બજેટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ

કચ્છમાં આવેલા ભૂકંપ વખતે મહિલાઓને પોતાના ઘર આપ્યા 2014 પછી મહિલાઓની ભાગીદારી સરકારમાં વધી
ગાંધીજી કહેતા હતા કે દેશનું આત્મા ગામડાઓમાં વસે છે આજે અમે દરેક ગામડાઓમાં મહિલાઓને સન્માન સાથે રોજગારી પણ આપી છે


અત્યાર સુધીમાં દોઢ કરોડ મહિલાઓ લખપતિ દીદી બની
આવનારા પાંચ વર્ષમાં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો સંકલ્પ
450 કરોડ રૂપિયાની સહાય બહેનોને અર્પણ અઢી લાખ બહેનોને સહાય
નવા કાયદામાં હવે કોઈપણ સ્થળેથી એફઆઇઆર નોંધાવી શકાય છે
મેડિકલ રિપોર્ટ માટે પણ સાત દિવસનો સમય નક્કી કરાયો
અમારી સરકારે દુષ્કર્મની સજાનો કાયદો બદલ્યો દુષ્કર્મ જેવા કિસ્સાઓમાં 45 દિવસમાં જ ન્યાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button