IND vs NZ Finalમાં કોહલી બનાવી શકે છે આ ‘વિરાટ’ રેકોર્ડ્સ; સચિનને પણ પછાળ છોડી શકે છે

દુબઈ: આવતીકાલે રવિવારે ICC Champions Trophy 2025 ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડને હરાવીને (IND vs NZ Final) ચેમ્પિયન બને એવી ભારતીય ક્રિકેટ ચાહકો પ્રાર્થાના કરી રહ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, હવે ચાહકોને ફાઇનલ મેચમાં વિરાટ પાસેથી મોટી ઇનિંગની આશા છે.
આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ ચોથા સ્થાને છે. વિરાટે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને 217 રન બનાવ્યા છે, તેણે 1 સદી અને 1 અડધી સદી ફરકારી છે.
વિરાટ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડશે?
વિરાટ કોહલી હવે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી શકે છે. હાલમાં આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેઈલે ચેમ્પિયન્સ ટ્રોફીની 17 મેચોમાં 791 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 17 મેચની 16 ઇનિંગ્સમાં 746 રન બનાવ્યા છે. ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે વિરાટના 46 રન બનાવવાની સાથે જ તે ગેઇલને પાછળ છોડી દેશે.
સચિન તેંડુલકરને પાછળ છોડશે?
વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પણ તોડી શકે છે, જો ફાઈનલ મેચમાં વિરાટ 128 રન બનાવશે, તો તે સચિન તેંડુલકરને પાછળ છોડીને ICC ODI ઇવેન્ટ્સની નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
સચિન તેંડુલકર ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારતના સૌથી સફળ બેટર્સની યાદીમાં ટોચ પર છે. સચિનના નામે 657 રન છે, જ્યારે વિરાટ કોહલી 530 રન સાથે બીજા સ્થાને છે.
આ પણ વાંચો…‘કટ્ટર મૂર્ખોની ચિંતા ના કરો…’ રોઝા ન રાખવા બદલ જાવેદ અખ્તરે શમીનું સમર્થન કર્યું
ICC ODI ટુર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન:
- રિકી પોન્ટિંગ – 731 રન
- સચિન તેંડુલકર – 657 રન
- વિરાટ કોહલી – 530 રન
- સૌરવ ગાંગુલી – 514 રન
ICC ODI નોકઆઉટ મેચમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે, તેમને 6 ફિફ્ટી ફટકારી છે. જ્યારે કોહલીએ 5 ફિફ્ટી ફટકારી છે, જો ફાઈનલ મેચમાં વિરાટ કોહલી ફિફ્ટી ફટકારે, તો તે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરશે.