કપિલ મિશ્રાએ ‘પાકિસ્તાન’ શબ્દનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કર્યો; દિલ્હીની કોર્ટની ટકોર

નવી દિલ્હી: વર્ષ 2020માં દિલ્હીમાં થયેલા કોમી રમખાણો પહેલા નફરતભર્યા ભાષણો આપવા બદલ ભાજપના નેતા અને દિલ્હીના સરકારના પ્રધાન કપિલ મિશ્રા સામે કેસ નોંધવામાં (Hate speech case against Kapil Mishra) આવ્યો છે, જેની સુનવણી કોર્ટમાં ચાલી રહી છે. શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કપિલ મિશ્રા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે કપિલ મિશ્રાએ 2020 માં ધર્મના આધારે વેરઝેરને પ્રોત્સાહન આપવા અને નફરત ફેલાવવા માટે ખૂબ જ કુશળતાપૂર્વક પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સાથે, કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસના સંદર્ભમાં સમન્સ સામેની તેમની રિવિઝન અરજીને ફગાવી દીધી.
મત મેળવવા માટે આવા નિવેદનો:
રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે આદેશમાં જણાવ્યું હતું કે, કપિલ મિશ્રાએ નિવેદનોમાં “પાકિસ્તાન” શબ્દનો ઉપયોગ નફરત ફેલાવવા માટે ખૂબ જ કુશળતાપૂર્વક કર્યો હતો. જજે કહ્યું કે ચૂંટણી પ્રચારમાં થતા સાંપ્રદાયિક ધ્રુવીકરણને ધ્યાનમાં લીધા વિના ફક્ત મત મેળવવા માટે તેમણે આવા નિવેદનો આપ્યા હતાં.
ન્યાયધીશે કહ્યું કે આવા નિવેદનોમાં પરોક્ષ રીતે કોઈ દેશનો ઉલ્લેખ કરીને ધર્મના આધારે દુશ્મનાવટ ઉશ્કેરવાનો એક સ્પષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે, કમનસીબે આવા શબ્દો સામાન્ય ભાષામાં ઘણીવાર ચોક્કસ ધર્મના સભ્યોને દર્શાવવા માટે વાપરવામાં આવે છે.
મિશ્રાએ આવો કમેન્ટ કરી હતી:
RPAની કલમ 125 (ચૂંટણીના સંદર્ભમાં વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળ નોંધાયેલા આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કપિલ કે મિશ્રાએ વર્ષ 2020માં ઇલેક્ટ્રોનિક મીડિયામાં “દિલ્હીમે છોટે છોટે પાકિસ્તાન બન ગયે હૈં” અને “શાહીન બાગમાં પાકિસ્તાનની એન્ટ્રી” જેવા વાંધાજનક નિવેદનો આપ્યા હતા.
આ પણ વાંચો…Video: આસામ પોલીસ રણવીર અલ્લાહબાદિયાને ધક્કો મારીને પુછપરછ માટે લઇ ગઈ! જુઓ વિડીયો
કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે 8 ફેબ્રુઆરી, 2020 ચૂંટણીના દિવસે, “દિલ્હીનાં રોડ” પર “ભારત વિરુદ્ધ પાકિસ્તાન” મુકાલબો થવા જઈ રહ્યો છે.
આ કેસમાં 11 નવેમ્બર, 2023ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કપિલ મિશ્રાને તત્કાલીન એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતની કોર્ટ દ્વારા સમન્સ પાઠવ્યામાં આવ્યું હતું. તેના એક મહિના મિશ્રાએ 20 જુલાઈ, 2024 ના રોજ જસ્ટિસ સિંહ સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી.