થાણેના બાળકુમથી ગાયમુખ કોસ્ટલ રોડ બનશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરમાં રહેલા ઘોડબંદર રોડ પરની ભારે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવા માટે તેને સમાંતર કોસ્ટલ રોડ બનાવવાની યોજના થાણે મહાનગરપાલિકાએ હાથ ધરી છે.
Also read : 100 દિવસનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે: ફડણવીસ…
થાણે મહાનગરપાલિકાના કમિશનર સૌરભ રાવના જણાવ્યા મુજબ ઘોડબંદર રોડ પર ટ્રાફિકની કાયમી સમસ્યા રહેલી છે. તેથી ડેલવપમેન્ટ પ્લાનમાં દર્શાવેલા ૪૦-૪૫ મીટર પહોળા અને ૧૩.૪૪૭ કિલોમીટર લંબાઈના ઘોડબંદર રોડને સમાંતર બાળકુમથી ગાયમુખ (કોસ્ટલ રોડ) મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની મદદથી બનાવવામાં આવવાનો છે.
આ કામ માટે ૩,૩૬૪.૬૨ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટના અહેવાલને એમએમઆરડીએ તરફથી પ્રશાસકીય અને નાણાકીય માન્યતા મળી ગઈ છે. આ પ્રોજેક્ટની લંબાઈ ૧૩.૪૪૭ કિલોમીટર અને પહોળાઈ ૪૦થી ૪૫ મીટર છે. તેમાંથી ૪૮૩ મીટર ઓપન કટ હોઈ ૪૬૨૪૧ મીટર રોડ એમબેન્કમેન્ટ છે અને ૮,૩૪૩ મીટર રોડ ઓન સ્ટીલ્ટ વાયાડક્ટ બ્રીજ છે. આ પ્રોજેક્ટ માટે ૫૪.૨૯ હેકટર જમીનની આશ્યકતા છે, જેમાં અત્યાર સુધી ૩૭.૮૫ હેકટર (૬૯.૭૨ ટકા) જગ્યા ઉપલબ્ધ થઈ ગઈ છે. તો ૬.૦૮ હેકટર (૧૧.૨૦ ટકા) જમીનના સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે. મોઘરપાડામાં સરકારની ૧૦.૩૬ હેકટર (૧૯.૦૮ ટકા) જમીનનું એમએમઆરડીએ મારફત સંપાદન કરવામાં આવ્યું છે.
Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
થાણે-બોરીવલી ટનલ એલિવેટેડ રોડથી કોસ્ટલ રોડને જોડશે
થાણે શહેરથી મુંબઈ તરફ જવા માટે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તેમ જ મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરમાં જવા માટે ઘોડબંદર રોડ માર્ગે ફાઉન્ટન હોટલ મીરા-ભાયદંર રોડ એ કુલ ૨૩ કિલોમીટરનો લાંબો પ્રવાસ કરવો પડે છે. તેથી એમએમઆરડીએના માધ્યમથી ઘોડબંદર રોડના બ્રહ્માંડથી બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કની નીચે ટનલ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ રોડની લંબાઈ ૧૧.૮૫ કિલોમીટર હોઈ તેમાં ટનલની લંબાઈ ૧૦.૨૫ કિલોમીટરની છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૧૬,૬૦૦.૪૦ કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ ૨૦૨૩માં ચાલુ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ પૂરો થયા બાદ થાણેથી બોરીવલીનું અંતર માત્ર ૧૦થી ૧૫ મિનિટનું થઈ જશે. હવે આ રોડને સીધો કોસ્ટલ રોડને એલિવેટેડ રોડ સાથે જોડવાની યોજના બનાવી છે. તેથી બોરીવલીથી આવનારો ટ્રાફિક થાણે શહેરમાંથી નહીં પસાર થતા એલિવેટેડ માર્ગે સીધો કોસ્ટલ રોડને જોડશે અને થાણેને ટ્રાફિકથી છૂટકારો મળશે.
થાણે મહાનગરપાલિકાનું ૩૨ માળનું નવું બિલ્િંડગ બનશે
થાણે શહેરના થઈ રહેલા વિકાસ અને વધતી લોકસંખ્યાને ધ્યાનમાં રાખીને હાલનું મહાનગરપાલિકા ભવન અપૂરતું પડી રહ્યું હોવાથી થાણે મહાનગરપાલિકા માટે નવી પ્રશાસકીય બિલ્િંડગ બાંધવાનો પ્રોેજેકટ હાથમાં લેવામાં આવ્યો છે. આ બાંધકામ સરકારી ભંડોળ અને પાલિકાના ભંડોળથી પ્રસ્તાવિત છે. નવી પ્રશાસકીય બિલ્િંડગમા બે ભાગમાં વહેંચાયેલી હશે અને તે ગ્રાઉન્ડ પ્લસ ૩૨ માળની છે. તેમ જ હાઉસ અને સભાગૃની બિલ્િંડગ ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની છે. આ કામ માટે પહેલા તબક્કામાં ૭૨૭.૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. કુલ ૧,૧૬,૯૦૩ ચોરસ મીટર ક્ધસ્ટ્રશન એયિા છ, તેમાંથી ૭૧,૦૪૪ ચોરસ મીટરમાં મેઈન ઓપિસ બિલ્િંડગનો બિલ્ટઅપ એરિયા હોઈ ૯,૮૫૯ ચોરસ મીટર મહાસભા બિલ્િંડગનો બિલ્ટ અપ એરિયા છે. બિલ્િંડગમાં ૩૬,૦૦૦ ચોરસ મીટર જેટલો વિસ્તાર પાર્કિંગ માટે હશે.