Donald Trump નો ઈરાનના સર્વોચ્ચ નેતાને પત્ર, કહ્યું પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી ના આપી શકાય…

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઇને કોકડું ગુંચવાયેલું છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈરાન સાથે પરમાણુ શાંતિ કરાર માટે ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump)પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને એક પત્ર મોકલીને તેમની સાથે નવા પરમાણુ કરાર પર વાટાઘાટો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પત્ર ગુરુવારે મોકલવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પે ઈરાન સાથે વાતચીતની આશા વ્યક્ત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે મને આશા છે કે તમે વાટાઘાટો કરશો, કારણ આ ઈરાન માટે વધુ ફાયદાકારક રહેશે.
Also read : ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?
પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી ના આપી શકાય
રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે ઈરાન નવા પરમાણુ કરારમાં જોડાવા માંગશે.કારણ કે તેના બીજા વિકલ્પ માટે અમેરિકાને કેટલાક પગલાં લેવાની જરૂર પડશે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે અન્ય કોઈ પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી ના આપી શકાય. એવું માનવામાં આવે છે કે આ પત્ર ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નામે મોકલવામાં આવ્યો હતો.
પરમાણુ કાર્યક્રમના મુદ્દાને ઉકેલવા માટે રશિયાનો ટેકો
આ દરમિયાન રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે પણ ઈરાનના રાજદૂત કાઝેમ જલીલી સાથે ઈરાનના પરમાણુ કાર્યક્રમની આસપાસની પરિસ્થિતિને ઉકેલવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસો અંગે ચર્ચા કરી. શુક્રવારે રશિયન વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની આ પહેલ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ઈરાન સાથેના તણાવને ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.
Also read : તહવ્વુર રાણાને અમેરિકાની કોર્ટે આપ્યો ઝટકો, ભારતને પ્રત્યાર્પણ ન કરવાની અરજી ફગાવી
ટ્રમ્પનો પત્ર વૈશ્વિક શાંતિ પહેલનો ભાગ હોઈ શકે છે
તેમજ સંભવ છે કે, આ પત્ર અને વાટાઘાટોનો પ્રસ્તાવ ઈરાનને નવા પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના વધતા પ્રયાસોનો એક ભાગ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ સંભવિત સંવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પાસું બની શકે છે.