સ્પોર્ટસ

એશિયા કપ પહેલાંની ‘તૈયારી’: એસીસીમાં શુક્લા અને શેલાર કરશે ભારતનું પ્રતિનિધિત્વ…

દુબઈઃ જય શાહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા એને પગલે હવે બીસીસીઆઇ વતી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)માં કોણ પ્રતિનિધિત્વ કરશે એ નક્કી થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપ-પ્રમુખ અને કૉન્ગે્રસના રાજ્યસભાના સંસદસભ્ય રાજીવ શુક્લા એસીસીના બોર્ડ ઑફ ડિરેકટર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભાજપના નેતા તેમ જ બીસીસીઆઇના ભૂતપૂર્વ ખજાનચી આશિષ શેલાર એસીસીમાં એક્ઝિક્યૂટિવ બોર્ડ મેમ્બર તરીકેની જવાબદારી સંભાળશે.

Also read : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે, જાણો ભવ્ય ભૂતકાળ?

પીટીઆઇના અહેવાલ મુજબ આ માહિતી બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ આપી હતી.
અત્યાર સુધી જય શાહ એસીસીના બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. હાલ સુધી તેઓ એસીસીના પ્રમુખપદે હતા. જોકે હવે આઇસીસીના ચૅરમૅન બની ગયા હોવાથી તેમની જવાબદારીઓ હવે શુક્લા અને શેલારને સોંપાઈ છે.

Also read : Rohit Sharmaની હાર જ અપાવશે ICC Champions Trophyમાં ટીમ ઈન્ડિયાને જિત…

એસીસીના નવા શાસનમાં પાકિસ્તાનના મોહસિન નકવી પ્રમુખપદ મેળવશે.
બહુચર્ચિત એશિયા કપ આગામી સપ્ટેમ્બરમાં યોજાશે. ભારતમાં આ સ્પર્ધા યોજવામાં આવશે, પરંતુ આઇસીસી સાથે થયેલી સમજૂતી મુજબ પાકિસ્તાન પોતાની ટીમને ભારત નહીં મોકલે એટલે પાકિસ્તાનની મૅચો તટસ્થ સ્થળે રમાશે.
એવું મનાય છે કે એશિયા કપમાં તટસ્થ સ્થળે ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ મૅચ થઈ શકે એમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button